Jagadguru Narendracharya Maharaj : જગદગુરૂ નરેન્દ્રાચાર્ય માટે અપશબ્દોનો ઉપયોગ કરનારા વેડેટ્ટીવાર સામે અનુયાયીઓનો જનઆક્રોશ

Jagadguru Narendracharya Maharaj : ઉપનગરીય સહ-પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાની આગેવાનીમાં કલેક્ટર સમક્ષ ફરિયાદ કરાઇ

News Continuous Bureau | Mumbai

Jagadguru Narendracharya Maharaj : જગદગુરૂ નરેન્દ્રાચાર્ય વિશે અભદ્ર ટિપ્પણી કરનારા કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવાર સામે નરેન્દ્રાચાર્ય મહારાજનાં અનુયાયીઓમાં આક્રોશ ફેલાયો છે. મુંબઇનાં ઉપનગરીય સહ-પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાની ઉપસ્થિતીમાં આજે અનુયાયીઓઐ જિલ્લા કલેક્ટર કચેરીએ જઇને નિવેદન આપ્યું હતું. અને ફરિયાદ નોંધાવી હતી. મંત્રી મંગલ પ્રભાત લોઢાએ કહ્યું કે આ અંગે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે. આ ઉપરાંત અનુયાયીઓએ વિજય વડેટ્ટીવાર જાહેરમાં માફી માંગે એવી માગણી પણ કરી હતી. . 

Join Our WhatsApp Community

Jagadguru Narendracharya Maharaj Followers of Jagadguru Narendracharya Maharaj protest against Congress leader Vijay Wadettiwar's alleged derogatory remarks 

જગદગુરુ નરેન્દ્રચાર્ય મહારાજ વિશે અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવાર સામે ગુસ્સે ભરાયેલી પ્રતિક્રિયા આવી છે. નરેન્દ્રચાર્ય મહારાજના અનુયાયીઓની ભાવનાઓને ઠેસ પહોંચી હોવાથી  તેઓ  આજે મુંબઈ ઉપનગરીય જિલ્લાના સંયુક્ત પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાની આગેવાનીમાં , અનુયાયીઓએ જિલ્લા કલેક્ટર કચેરીમાં નિવેદન રજૂ કર્યું અને ફરિયાદ નોંધાવી હતી. 

આ સમાચાર પણ વાંચો: RBI એ ન્યૂ ઈન્ડિયા કો-ઓપ બેન્કના ગ્રાહકોને મોટી રાહત આપી, જમા ખાતામાંથી 25,000 રૂપિયા સુધી ઉપાડવાની આપી મંજૂરી

આ સમયે મંત્રી મંગલ પ્રભાત લોઢાએ કહ્યું,હતું કે  “વિજય વડેટ્ટીવાર અને તેમના સાથીદારોને હિન્દુ ધર્મ, શ્રદ્ધા અને ગુરુઓ વિશે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાની લાંબા સમયથી આદત છે. પરંતુ આ વખતે આપેલું નિવેદન અક્ષમ્ય છે અને તેનાથી સમગ્ર મહારાષ્ટ્રમાં ગુસ્સાની લહેર ફેલાઈ ગઈ છે. મેં વિજય વડેટ્ટીવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સંપર્ક થઈ શક્યો નહીં. હવે હું તેમને રૂબરૂ મળીશ અને માફી માંગવા માટે કહીશ. નરેન્દ્રચાર્ય મહારાજે હિન્દુ ધર્મ અને સમાજ માટે જે મહાન યોગદાન આપ્યું  છે તેની કદાચ  વિજય વડેટ્ટીવારને જાણ નહી હોય. સમાજ સેવી સંસ્થા દ્વારા તેમણે દેશ અને વિદેશમાં જે જાહેર સેવાઓ કરી છે તે તેની પણ નોંધ લેવી જોઇએ. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Ahmedabad school bomb threat: અમદાવાદમાં બોમ્બનો ફફડાટ! એકસાથે 7 શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં
Aam Aadmi Party: પુણે કોર્પોરેશન ચૂંટણીમાં AAPની ધમાકેદાર એન્ટ્રી! 25 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, સમીકરણો બદલાશે.
Thackeray alliance: ઠાકરે ભાઈઓનો સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક! ફોર્મ ભરતા પહેલા કરી શકે છે ઐતિહાસિક જાહેરાત, રાજકારણમાં ભૂકંપ.
Exit mobile version