આખરે નવ મહિના બાદ આ પ્રસિદ્ધ મંદિરના દરવાજા શ્રદ્ધાળુ માટે આજથી ખુલ્યા, પ્રથમ તબક્કામાં માત્ર શહેરના લોકોને જ અંદર જવાની મંજૂરી… જાણો વિગતે… Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો : Dr. Mayur Parikh 5 years ago ઓડિશાના પુરી શહેરમાં સ્થિત પ્રસિદ્ધ જગન્નાથ મંદિરના દરવાજા બુધવારથી ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. હાલ ફક્ત પુરીના લોકોને જ મંદિરની અંદર પ્રવેશની મંજૂરી અપાઈ છે. નવ મહિના સુધી રાજ્ય પ્રશાસને કોરોના વાયરસ રોગચાળાના ને કારણે તમામ ધાર્મિક સ્થળો બંધ કરી દીધા હતા.