Site icon

રાજધાની દિલ્હીના આ વિસ્તામાં વધુ એક વખત પથ્થરમારો, આરોપીને પકડવા ગયેલી પોલીસ ટિમ પર હુમલો, મહિલાઓએ કર્યો હોબાળો

News Continuous Bureau | Mumbai

રાજધાની દિલ્હી(Delhi)ના જહાંગીરપુરી(Jahangirpuri)માં હિંસાના બે દિવસ બાદ આજે ફરી બબાલ થઈ છે. દિલ્હીના જહાંગીરપુરી(Jahangirpuri)માં થયેલી હિંસાના આરોપીને પકડવા ગયેલી દિલ્હી પોલીસ(Delhi Police) પર પથ્થરમારો(Stoning) કરાયો હતો. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ઘાયલ થયા હતા. જોકે ક્રાઈમ બ્રાન્ચ(Crime Branch team)ની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને પથ્થરબાજની અટકાયત કરી લીધી હતી.

Join Our WhatsApp Community

 

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, શનિવારની અથડામણ મામલે પોલીસ એક મહિલાને પૂછપરછ માટે લેવા ગઈ હતી. આ દરમિયાન દિલ્હીના જહાંગીરપુરીમાં આ વિસ્તારની લગભગ 50 મહિલાઓએ વિરોધ પ્રદર્શન અને પથ્થરમારો શરૂ કર્યો હતો. પોલીસે જે મહિલાની અટકાયત કરી છે તે આરોપી સોનુની પત્ની હોવાનું કહેવાય છે, જેણે શનિવારે થયેલી અથડામણ દરમિયાન કથિત રીતે ગોળીબાર કર્યો હતો. આજે (સોમવારે) મહિલાને પોલીસ પૂછપરછ માટે લઈ ગયા બાદ પોલીસની ટીમ પર અલગ અલગ મકાનોની છત પરથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :બોલીવુડ અભિનેતા આર માધવનના પુત્ર વેદાંત દેશનું નામ કર્યું રોશન, આ રમતમાં સિલ્વર બાદ  જીત્યો ગોલ્ડ મેડલ..

ઉલ્લેખનીય છે કે દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતિ(Hanuman Jayanti) સરઘસ પર પથ્થરમારો થયો હતો. પોલીસે આ કેસમાં 23 આરોપીની ધરપકડ કરી છે.  આ કેસની તપાસ અત્યાર સુધી દિલ્હી પોલીસ(Delhi Police) કરી રહી હતી પરંતુ હવે આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચ(Crime Branch Team)ને સોંપવામાં આવી છે. 

Vibrant Gujarat Regional Conference 2025: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે
World Childrens Day 2025: વિશ્વ બાળ દિવસ-૨૦૨૫ બાળકોમાં આજે રોપેલા સંસ્કારોનું બીજ,
Kumbh Mela 2027: કુંભમેળા 2027 માટે નાસિક એરપોર્ટનો થશે ‘અસામાન્ય’ કાયાકલ્પ; યાત્રીઓની આવન-જાવન ક્ષમતામાં પણ મોટો વધારો થશે
Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Exit mobile version