News Continuous Bureau | Mumbai
એક તરફ મહારાષ્ટ્રમાં અવાર નવાર શિવસેના (Shivsena) ભાજપ (BJP) પર નિશાન સાધતું રહે છે ત્યારે બીજી તરફ શિવસેનાનાં સાંસદે (MP) વિદેશ મંત્રી એસ. જયશંકરના (S.jaishankar) વખાણ કર્યા છે
ભારતના ઊર્જા આયાત પરના પ્રશ્ર્નના (Foreign Minister) વિદેશ મંત્રી એસ. જયશંકરે આપેલા જવાબને શિવસેનાનાં સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ(priyanka chaturvedi) ‘શાનદાર’ ગણાવ્યો હતો.
એક સમયના સાથીપક્ષ અને હાલના હરીફ પક્ષ તરફથી કેન્દ્ર સરકારની પ્રશંસા વિરલ છે.
ઉલ્લેખનીય છે કે રશિયા પાસેથી ભારતની ઓઈલ ખરીદી અંગે વોશિંગ્ટનમાં એક પત્રકાર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ર્નના જવાબમાં જયશંકરે કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી જેટલું ઓઈલ એક મહિનામાં ખરીદે છે એટલું તો યુરોપીયન દેશ એક દિવસના બપોર સુધીમાં ખરીદી લે છે.
આ સમાચાર પણ વાંચો : આ તારીખ સુધીમાં મસ્જીદો પરથી લાઉડસ્પીકર ખસેડો.. નહીં તો…. રાજ ઠાકરેએ આપી ચીમકી…..