Site icon

દિલ્હી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાં હડકંપ.. આ ક્રિકેટરે અરુણ જેટલીની પ્રતિમા લગાવવાના વિરોધમાં રાજીનામુ આપ્યું… 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

23 ડિસેમ્બર 2020 

ક્રિકેટ સ્ટેડિયમનું નામ રાજનેતા અરુણ જેટલી ના નામ પર રાખવા અને તેમની મૂર્તિ લગાવવાનો બિશન સિહ બેદીએ વિરોધ કર્યો છે. પૂર્વ ભારતીય સ્પિનર ​​બિશનસિંહ બેદીએ ફિરોઝશાહ કોટલા (અરુણ જેટલી સ્ટેડિયમ) ખાતે ડીડીસીએના ભૂતપૂર્વ અધ્યક્ષ અરુણ જેટલીની પ્રતિમા અંગે નારાજગી વ્યક્ત કરી છે. 

બેદીએ અરુણ જેટલીના પુત્ર અને હાલના ડીડીસીએ અધ્યક્ષ રોહન જેટલીને પત્ર લખીને તેમના નામે સ્ટેન્ડ હટાવવાની માંગ કરી છે. તેમણે ડીડીસીએના સભ્યપદેથી રાજીનામું આપવાની પણ જાહેરાત કરી દીધી છે. 2017 માં, બેદીના સન્માનમાં કોટલા ખાતેના સ્ટેન્ડનું નામ બિશનસિંહ બેદી સ્ટેન્ડ રાખવામાં આવ્યું હતું.  

ગયા વર્ષે અરુણ જેટલીનું અવસાન થયું હતું. આ પછી ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમનું નામ અરુણ જેટલી સ્ટેડિયમ રાખવામાં આવ્યું હતું. અહીં જેટલીની 6 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવાનું પણ નક્કી કરાયું હતું. ભાજપના અગ્રણી નેતા અને કેન્દ્રીય પ્રધાન જેટલી 1999 થી 2013 સુધી એટલે કે ડીડીસીએના 14 વર્ષ પ્રમુખ પણ હતા. જ્યારે હાલ જેટલીનો પુત્ર રોહન બિનહરીફ ચેરમેન તરીકે ચૂંટાયા હતા. 

બેદીએ પત્રમાં લખ્યું- અરુણ જેટલી સારા નેતા હતા. આથી સંસદમાં તેમનું સન્માન થવું જોઈએ. રમતગમતના સ્ટેડિયમમા રાજકારણીઓ ની પ્રતિમાની કોઇ કામ નથી. 

ઉલ્લેખનીય છે કે, બેદીએ ભારત તરફથી 67 ટેસ્ટ અને 10 વનડે મેચ રમી હતી. બેદીએ 67 ટેસ્ટમાં 266 વિકેટ અને 10 વનડેમાં 7 વિકેટ લીધી હતી…

National Ayurveda Day 2025: રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૫ અંતર્ગત
Gujarat CM Bhupendra Patel: નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં દુર્લભ સર્જરી દરમિયાન 7 વર્ષના બાળકના પેટમાંથી વાળ, ઘાસ અને દોરાનો ગઠ્ઠો દૂર કરવામાં આવ્યો
Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો આવો નિર્દેશ
Exit mobile version