News Continuous Bureau | Mumbai
15 જૂને દિલ્હીના મુખ્યમંત્રી પંજાબ(punjab) ગયા હતા. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Chief Minister Arvind Kejriwal) અને પંજાબના સીએમ ભગવંત માન(Punjab CM Bhagwant mann) સહિત AAPના ઘણા નેતાઓએ જલંધરથી ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ(Jalandhar to Indira Gandhi International Airport) સુધી 'લક્ઝરી' બસને લીલી ઝંડી બતાવી હતી. મળતી માહિતી મુજબ, આ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કેજરીવાલ એક હોટલમાં રોકાયા હતા અને હોટેલે લાખો રૂપિયાનું બિલ જિલ્લા પ્રશાસનને સોંપ્યું હતું.
શહેરની એક ફોર સ્ટાર હોટેલે આપના નેતાઓના ત્રણ કલાક માટેના રોકાણની વ્યવસ્થા બદલ સરકારને ૨.૧૮ લાખનું બિલ પકડાવ્યું છે. તેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિત અન્ય કેટલાક સિનિયર નેતાઓ સામેલ હતા. એક આરટીઆઈ એક્ટિવિસ્ટે આ મામલે આરટીઆઈ કરી માહિતી મેળવી હતી. નામ ન આપવાની શરતે એક અધિકારીએ જણાવ્યુ હતુ કે, જાલંધર પ્રશાસનને કેવી રીતે બિલને ભરપાઈ કરવું તે પડકારરૂપ લાગી રહ્યુ છે. મહત્ત્વનું છે કે, આ બિલની તસવીર સામે આવી હતી. જેમાં એક સૂપની કિંમત ૩૦૫૯ રૂપિયા બતાવવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : શિવસેના બાદ હવે કોંગ્રેસમાં પણ બળવો- કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને લીધી ફડણવીસની મુલાકાત
RTI એક્ટિવિસ્ટ જસપાલ માને આ મામલે આરટીઆઈ દાખલ કરી માહિતી મેળવી હતી. ત્યારે જાલંધર જિલ્લા પ્રશાસને માત્ર હોટેલના બિલની જ માહિતી આપી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, હોટેલે ૨.૧૮ લાખનું બિલ ફટકાર્યું છે. જેમાં ૧.૩૭ લાખ રૂપિયા છ રૂમના, ૮૦,૭૧૨ રૂપિયા ૩૮ લંચ બોક્સના ગણ્યાં છે. આ સિવાય દિલ્હીના આપના મંત્રી રામ કુમાર ઝાના રૂમ અને સર્વિસનો ચાર્જ ૫૦,૯૦૨ રૂપિયા ગણવામાં આવ્યો છે. વધુમાં અરવિંદ કેજરીવાલના રૂમ અને સર્વિસનો ચાર્જ ૧૭,૭૮૮ રૂપિયા, ભગવંત માનના રૂમ અને સર્વિસનો ચાર્જ ૨૨,૮૩૬ રૂપિયા, દિલ્હીના ટ્રાન્સપોર્ટેશન મંત્રી કૈલાસ ગેહલોતના રૂમ અને સર્વિસનો ચાર્જ ૧૫,૪૬૦ રૂપિયા, પર્વેશ ઝાના રૂમ અને સર્વિસનો ચાર્જ ૨૨,૪૧૬ રૂપિયા અને દિલ્હીના મુખ્યમંત્રીના પર્સનલ સેક્રેટરીના રૂમ અને સર્વિસનો ચાર્જ ૮,૬૦૨ રૂપિયા ગણ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આપના નેતાઓ જે હોટેલમાં રોકાયા હતા, ત્યાંથી સરકારી અતિથિ ભવન ખૂબ જ નજીક હતો. છતાં પણ લક્ઝુરિયસ સવલતો મેળવવા માટે નેતાઓ ફોર સ્ટાર હોટેલમાં રોકાયા હતા. આ મામલે જાલંધરના ડેપ્યૂટી કમિશનર જસપ્રીત સિંઘે જણાવ્યુ હતુ કે, ‘જુલાઇમાં જ તેઓની અહીં બદલી કરવામાં આવી છે અને આ બિલ અંગે તેમને કોઈ જાણકારી નથી. હું આ મામલે જવાબદાર અધિકારીઓ પાસેથી માહિતી મેળવીને જણાવી શકીશ.’
આ સમાચાર પણ વાંચો : દિલ્હીના મુખ્ય પ્રધાનનો ચોંકાવનારો આરોપ- કહ્યું- ભાજપ દેશના આટલા ધારાસભ્ય ખરીદી ચૂકી છે
