ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 માર્ચ 2021
મહારાષ્ટ્રના જલગાંવ માં ભારતીય જનતા પાર્ટી પાસે સંપૂર્ણ બહુમત છે. આગામી ૧૮ માર્ચના રોજ અહીં મેયર અને ઉપ મેયરની ચૂંટણી થવાની છે. બરાબર ચૂંટણીના અમુક દિવસ પહેલા જ ભારતીય જનતા પાર્ટીના 57 માંથી 27 થી વધુ નગરસેવકોના મોબાઈલ સ્વીચ ઓફ થઇ ગયા છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ તરફથી ભારતીય જનતા પાર્ટીને જોરદાર ધક્કો મળશે. અહીં જે નગરસેવકોના મોબાઇલ સ્વીચ ઓફ છે તેઓ મુંબઈ આવી ગયા હોય તેવું લાગે છે.
આ સમાચાર ફેલાતા ની સાથે જ ભાજપ ના કેમ્પ માં ખળભળાટ મચી ગયો છે. આ ભાજપ માટે એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ છે.
મુંબઈમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે તૈયારી શરૂ કરી : હવે ઉત્તર ભારતીય ચોપાલ થશે.