Site icon

ગજબ કહેવાય- મહારાષ્ટ્રના આ જિલ્લામાં એક જ ઘરમાં શાસક-વિપક્ષ. પત્ની મેયર તો પતિ વિપક્ષી નેતા

News Continuous Bureau | Mumbai

નવાઈ લાગે એમ મહારાષ્ટ્રના(Maharashtra) જળગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશન(Jalgaon Municipal Corporation) એક જ ઘરમાં શાસક અને વિપક્ષ(Ruler and opposition) બંને છે.  અહીં પત્ની મેયર(Mayor) છે અને પતિ જળગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા(Leader of Opposition) છે. જે લોકશાહીનું (Democracy) અનોખું ઉદાહરણ માનવામાં આવે છે. રાજકીય વિશ્લેષકોનું (political analysts) અનુમાન છે કે આ એકમાત્ર ઘટના હોવી જોઈએ. શિવસેનાના(Shiv Sena) જયશ્રી મહાજન(Jayashree Mahajan) હાલમાં જળગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર છે, અને તેમના પતિ સુનીલ મહાજન(Sunil Mahajan) વિરોધ પક્ષના નેતા છે.

Join Our WhatsApp Community

જળગાંવ મહાનગરપાલિકામાં ત્રણ પક્ષના સભ્યો હોવા છતાં દોઢ વર્ષથી મેયર અને વિરોધ પક્ષના નેતાનું પદ એક જ પક્ષ પાસે છે. 2018ની મ્યુનિસિપલ ચૂંટણીમાં(Municipal Elections) ભાજપે(BJP) 75માંથી 57 બેઠકો જીતી હતી. તે સમયે શિવસેનાને(Shivsena) 15 અને એમઆઈએમને(MIM) ત્રણ બેઠકો મળી હતી. તે સમયે ભાજપના મેયર બન્યા હતા, જ્યારે શિવસેનાના સુનિલ મહાજન વિપક્ષના નેતા બન્યા હતા. અઢી વર્ષ પછી, માર્ચ 2021 માં, મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીના સમયે  27 ભાજપના નગરસેવકોએ  બળવો કર્યો અને શિવસેનાના ઉમેદવારને મત આપ્યો, જેના કારણે જળગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાનું સ્થાનાંતરણ થયું. શિવસેનાના વિપક્ષી નેતા સુનીલ મહાજનના પત્ની જયશ્રી મહાજન મેયર બન્યા જ્યારે ભાજપના બળવાખોરોમાંથી એક કુલભૂષણ પાટીલને ડેપ્યુટી મેયર બનાવવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : બંગાળમાં ફરી હંગામો- મમતા દીદી વિરુદ્ધ ભાજપનું પ્રદર્શન બન્યું હિંસક- પોલીસની ગાડીમાં આગ- પથ્થરમારો- જુઓ વિડીયો 

રાજ્યમાં શિવસેનામાં બળવાને(Rebellion in Shiv Sena) કારણે જળગાંવ શિવસેનાના 27માંથી 12 બળવાખોરો ભાજપમાં પાછા ગયા. તેથી શિવસેના પાસે બહુમતી ન હોવા છતાં આજે મેયર અને વિપક્ષના નેતા બંને પદ સેના પાસે છે.
 

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version