242
Join Our WhatsApp Community
ઉપરાજ્યપાલ પ્રશાસને મહત્વપૂર્ણ નિર્ણય લઈને જમ્મુ કાશ્મીર પ્રમાણપત્ર ધારક સાથે લગ્ન કરનાર મહિલા અથવા પુરૂષને ડોમિસાઈલ પાત્ર માની લીધા છે.
સામાન્ય પ્રશાસન વિભાગે મંગળવારે સૂચના જાહેર કરીને ડોમિસાઈલ પ્રમાણપત્રમાં 7મો ક્લોજ જોડ્યો છે.
આ અંતર્ગત પ્રદેશમાં ડોમિસાઈલ પ્રમાણપત્ર ધારક સાથે લગ્ન કરવા પર અન્ય રાજ્યની મહિલા કે પુરૂષ હવે ડોમિસાઈલ પ્રમાણપત્ર હાંસલ કરીને સરકારી નોકરીને પાત્ર ગણાશે.
આ શ્રેણીના અરજીકર્તાએ ડોમિસાઈલ માટે પોતાના જીવનસાથીનું ડોમિસાઈલ પ્રમાણપત્ર અને લગ્નનું પ્રમાણપત્ર જમા કરાવવું પડશે.
ઉલ્લેખનીય છે કે કલમ 370 અને 35-એ નાબૂદી બાદ એવા કેસમાં મુશ્કેલી આવી રહી હતી જેમાં ડોમિસાઈલ પ્રમાણપત્ર ધારક સાથે લગ્ન કરવા છતા ડોમિસાઈલ નહોતું મળી રહ્યું.
31 ઑગસ્ટ નજીક આવતાં દેશભરના ઝવેરીઓની ચિંતા વધી ગઈ; જાણો કેમ?
You Might Be Interested In