ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 જાન્યુઆરી 2022
બુધવાર.
વર્ષ 2022ની શરૂઆત સાથે જ જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાની સંખ્યામાં પણ વધારો થયો છે.
નવા વર્ષના પ્રથમ 5 દિવસમાં ખીણમાં અલગ-અલગ સ્થળોએ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે પાંચ એન્કાઉન્ટર થયા છે.
આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 8 આતંકવાદીઓ માર્યા ગયા છે, જેમાં લશ્કરનો એક ટોચનો કમાન્ડર અને ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે સેનાના આંકડા મુજબ ગત વર્ષ 171 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે.
