કોરોના વિરુદ્ધ ચાલી રહેલી જંગમાં ગાંદરબલ જિલ્લો જમ્મુ-કાશ્મીરમાં 45 વર્ષથી વધુ વયના લોકોના રસીકરણના સો ટકા લક્ષ્યાંકને પહોંચી વળનારો બીજો જિલ્લો બની ગયો છે.
આ વાતની જાણકારી ગાંદરબલનાં ડેપ્યુટી કમિશનર (ડીસી) કૃતિકા જ્યોત્સ્નાએ એક પ્રેસ-કૉન્ફરન્સ દરમિયાન આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે જિલ્લામાં 45 વર્ષથી વધુ ઉંમરના 68,440થી વધુ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
અગાઉ, કાશ્મીર વિભાગનો શોપિયન પહેલો એવો જિલ્લો બન્યો હતો, જ્યાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને 100 ટકા રસી આપવામાં આવી હતી.
