News Continuous Bureau | Mumbai
Jamtara: સાયબર ક્રાઈમને ડામવા જામતારા સાયબર પોલીસ ( Cyber Police ) સ્ટેશન દ્વારા સતત સાયબર ટાર્ગેટ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત પશ્ચિમ બંગાળની સરહદે આવેલા મિહિજામ પોલીસ સ્ટેશન વિસ્તારના બાજોડી અને પીપલા ગામમાં સાયબર અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી 10 સાયબર ગુનેગારો સાયબર ક્રાઈમ ( Cyber crime ) કરતા રંગે હાથ ઝડપાયા હતા. પોલીસે ધરપકડ કરાયેલા સાયબર ગુનેગાર ( Cyber criminals ) પાસેથી 31 સિમ સાથે 20 મોબાઈલ ફોન, બે મોટરસાઈકલ અને એક લેપટોપ જપ્ત કર્યા છે.
તેમજ એક આરોપીના મોબાઈલ ફોનમાંથી અત્યાર સુધીમાં છેતરપિંડી ( Fraudsters ) કરનારા 68 લોકોના મોબાઈલ નંબર મળી આવ્યા છે. શનિવારે સાયબર પોલીસ સ્ટેશનમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ અધિક્ષક અનિમેષ નૈથાનીએ આ માહિતી આપી હતી.

Jamtara 10 cyber criminals arrested from Jamtara.. They cheated 69 people.. Know details..
આરોપીઓએ પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો સ્વીકારી લીધો છે…
પ્રાપ્ત માહિતી મુજબ, આરોપીઓએ પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. જ્યારે આ લોકો પાસેથી તેમના નંબરો દ્વારા માહિતી એકત્ર કરવામાં આવી ત્યારે આ નંબરો બિહાર અને બંગાળના હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીએ લોકો સાથે નાની રકમની છેતરપિંડી કરતા હોવાથી. કોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ નથી.
આ સમાચાર પણ વાંચો : Maratha Reservation: મરાઠા આરક્ષણના મુદ્દે મનોજ જરાંગેના આ સંકલ્પ સાથે મુંબઈ સુધી વિરોધ કૂચ થઈ શરુ..
એસપીએ પુરછપરછ દરમિયાન જણાવ્યું હતુ કે, ફોનપે પર 1000 રૂપિયાનું કેશબેક મેળવવાના નામ પર દરેક લોકોને છેતરપિંડીનો શિકાર બનાવતા હતા. પહેલા તેઓ QR કોડ મોકલીને લોકોને ફસાવતા હતા. આ સિવાય ઈ-કોમર્સ, ઈ-પેમેન્ટ અને કન્ઝ્યુમર ગુડ્સ કંપનીઓના ગ્રાહકો ટોલ ફ્રી સર્વિસમાં તેમના નકલી મોબાઈલ નંબર નાખીને લોકોને છેતરતા હતા.
એસપીએ મિડીયા સાથે વાત કરતા વધુમાં કહ્યું હતું કે પકડાયેલા સાયબર ગુનેગારોએ બિહાર અને બંગાળના 69 લોકો સાથે સાયબર ક્રાઇમ કર્યો છે. જામતારા પોલીસ દરેકનો સંપર્ક કરવા અને પકડાયેલા સાયબર ગુનેગારો સામે સંબંધિત રાજ્યના સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાનો પ્રયાસ કરી રહી છે.