215
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારતીય જનતા પાર્ટી(BJP)ના ગુજરાત (Gujarat)ખાતેના વરિષ્ઠ નેતા જય નારાયણ વ્યાસે(Jay Narayan Vyas) પાર્ટીમાંથી રાજીનામુ(resignation) આપ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત(Rajasthan CM Ashok Gehlot)ને મળ્યા હતા. આજે સવારે તેમણે પાર્ટીમાંથી પોતાનું રાજીનામું ધરી દીધું છે તેમજ મીડિયા સાથે થયેલી વાતચીતમાં પોતાના રાજીનામાં પાછળનું કારણ પાર્ટીની આંતરિક રાજકીય લડાઈને જવાબદાર ઠેરવ્યું છે.
જય નારાયણ વ્યાસ મોદી સરકાર(Modi Govt) માં આરોગ્ય મંત્રી હતા તેમજ ગત 32 વર્ષથી તેઓ ભાજપમાં સામેલ હતા.
એવી અટકણો વહેતી થઈ છે કે આગામી દિવસોમાં તેઓ કોંગ્રેસ પાર્ટી અથવા આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : વાયરલેસ ચાર્જિંગ સાથે સ્માર્ટ સૂટકેસ થયું લોન્ચ- મળે છે અનેક શાનદાર ફીચર્સ
You Might Be Interested In