ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 ઓગસ્ટ 2020
મુંબઈના પશ્ચિમના પરા કાંદિવલીમાં રહેતા કેપ્ટન અમોલ યાદવે પોતાના ઘરની છત પર એક વિમાનને જાતે જ ડિઝાઈન અને ડેવલપ કર્યું છે. અમોલ પોતાના આ વિમાન સાથે વડાપ્રધાન ના 'મેડ ઇન ઇન્ડિયામાં' પણ ભાગ લઈ ચુક્યા છે. 6 સીટર વિમાન બનાવનાર અમોલ કહ્યું કે, "મેં એક ટેક્નિશીયનની મદદથી વિમાનની પહેલી ટેસ્ટિંગ માટે ફ્લાઇટ ઉડાવી હતી અને આ ઉડાન દરમ્યાન વિમાન સંતુલિત રહયું હતું.અને પ્રથમ તબક્કામાં પાસ થઈ ગયું છે" આમ તો અમોલને આ ઉડાણ માટે ડીજીસીએ એ ગયા વર્ષના અંતમાં જ મંજૂરી આપી દીધી હતી. પરંતુ, ટેસ્ટ ફ્લાઇટ માટે વીમા ની જરૂર હતી, જે એક મોટી રકમ થતી હતી અને આ વિમાની રકમ ભેગી કરતા અમોલને વધુ સમય લાગ્યો હતો…
કેપ્ટન અમોલ યાદવ હવે પછીના તબક્કામાં આ વિમાનને બે હજાર ફીટની ઉંચાઇએ ઉડાડવાની મનસા રાખે છે. પરંતુ તે પણ જાણે છે કે આગલા તબક્કાનાં ઉડાણમાં જોખમ છે. આમ છતાં અમોલ આગળ વધવા માંગે છે. બીજી ફ્લાઈટ ટેસ્ટ માટે અમોલને ઓછામાં ઓછા એકથી દોઢ કરોડ રૂપિયાની જરૂર પડશે. હાલ અમોલ વધુ રકમની સગવડ કરતા કરતા વિમાન માં જરૂરી ફેરફારો પણ કરી રહયાં છે. નોંધનીય છે કે અમોલ યાદવ પોતે ભુતકાળમાં પ્રોફેશનલ પાઈલટ રહી ચૂક્યાં છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com