ઝારખંડ: વિધાનસભામાં ‘સરના ધર્મ કોડ બિલ’ પસાર થયું.  આદિજાતિ સમુદાયને મળી નવી ઓળખ .

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
12 નવેમ્બર 2020 
પૂર્વ ભારતીય રાજ્ય ઝારખંડ સરકારે આદિવાસી સમુદાયોની માંગને લઈ તેમના માટે એક અલગ 'સરના ધર્મ કોડ' બનાવા જઈ રહ્યો છે. જે માટે ઝારખંડ મુક્તિ મોરચાની આગેવાની હેઠળની સરકારે સરના કોડ બનાવવા અને પ્રસ્તાવ ફેડરલ સરકારને મોકલવા માટે વિશેષ વિધાનસભા સત્ર બોલાવ્યું હતું. નોંધનીય છે કે આ વર્ષે સપ્ટેમ્બરથી રાજ્યમાં આદિજાતિ જૂથોએ ખાસ જોગવાઈ માટેની તેમની લાંબી માંગ ઝડપી કરી છે.

ઉલ્લેખનીય છે કે 2021 ની વસતી ગણતરીમાં 'સરના ધર્મ'ના અનુયાયીઓ માટે ઠરાવમાં વિશેષ કોલમની માંગ કરવામાં આવી છે. દાયકાઓથી આદિવાસીઓએ વસ્તી ગણતરીમાં અલગ સરના કોડની માંગ કરી છે, જે આદિવાસી ઓને એક અલગ ઓળખ આપશે. વસ્તી ગણતરી ફોર્મમાં આદિવાસી સમુદાયના સભ્યો માટે એક અલગ કોલમ વિના, અત્યાર સુધી હિન્દુ, મુસ્લિમ અથવા ખ્રિસ્તી તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
2001 માં જારી કરેલા સૂચનો મુજબ, વસ્તી ગણતરીએ હિન્દુ ધર્મ, ઇસ્લામ, ખ્રિસ્તી, બૌદ્ધ ધર્મ, જૈન અને શીખ ધર્મ જેવા છ ધર્મોને માન્યતા આપી છે. ધર્મોને એકથી છ ની વચ્ચે સંખ્યાત્મક કોડ આપવામાં આવ્યા હતા અને જો કોઈ બીજા ધર્મનું પાલન કરે તો તેમને તેનું નામ નીચે લખવાનું કહેવામાં આવતું હતું. 
એક આદિવાસી કાર્યકરએ કહ્યું: “છેલ્લાં બે વસ્તી ગણતરીના સમયથી અમે સરના કોડની માંગ કરી છે. અમે ઇચ્છીએ છીએ કે અમારો કોડ અને કોલમ આપણો વારસો, આપણી પદ્ધતિઓ અને આપણા ધર્મને પ્રતિબિંબિત કરે. અમને હવે એક અલગ કોલમ આપવામાં આવી છે જે અમારા માટે વિજય અને આશાની કિરણ છે." 
અહીં ઉલ્લેખનીય વાત એ છે કે આદિજાતિ કોઈ ભગવાનને નહી પરંતુ પ્રકૃતિના ઉપાસક ગણાય છે. હવે આદિવાસીઓને ખાસ ધર્મ સમુદાય તરીકે માન્યતા મળતાં આદિવાસી સમાજના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેના દ્વારા હોવી ઝારખંડના આદિવાસીઓ માટે વિવિધ નીતિઓ ઘઢવામાં આસાની થશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More