ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 નવેમ્બર, 2021
મંગળવાર.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની 13 કલાક લાંબી તપાસ બાદ છેવટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટએ (ED) 100 કરોડ રૂપિયાની ખંડણી વસૂલી પ્રકરણમાં ધરપકડ કરી છે. સવારના તેમને કોર્ટમાં રજૂ કરાશે. લગભગ બે મહિના સુધી તેઓ નોટ રીચેબલ રહ્યા બાદ જાતે સોમવારે EDની ઓફિસે પહોંચી ગયા હતા. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે અનિલ દેશમુખ પર 100 કરોડ રૂપિયાની ખંડણી વસૂલીનો આરોપ મૂક્યો હતો. તેઓ ગૃહ પ્રધાન પદ પર હતા ત્યારે તેમના પર લાગેલા આરોપથી લઈને ઈડીની કસ્ટડી સુધી પહોંચવાનો પ્રવાસ તેમના સહિત મહાવિકાસ આઘાડી માટે આઘાતજનક રહ્યો છે.
માર્ચ – 2021માં અનિલ દેશમુખ વિરુદ્ધ પરમબીરસિંહે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો હતો.
ઘર ખરીદવા ઇચ્છુક ગ્રાહકો સાથે થતી છેતરપિંડી રોકવા મહારેરાએ ડેવલપરો માટે લીધો આ નિર્ણય. જાણો વિગત.
5 એપ્રિલ- અનિલ દેશમુખે મંત્રીપદ પરથી રાજીનામું આપ્યું હતું,
10 મે- મની લોન્ડ્રિંગના આરોપ પરથી EDએ દેશમુખ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
26 જૂન- EDએ અનિલ દેશમુખને સમન્સ મોકલ્યા હતા.
29 જૂન- અનિલ દેશમુખને બીજી વખત સમન્સ મોકલવામાં આવ્યા હતા.
5 જુલાઈ- EDએ ત્રીજી વખત સમન્સ મોકલ્યુ હતું.
16 જુલાઈ- EDએ ચોથી વખત સમન્સ મોક્લ્યુ હતું.
17 ઓગસ્ટ- EDએ દેશમુખને પાંચમી વખત સમન્સ મોકલ્યુ હતું.
2 સપ્ટેમ્બર- EDએ મોકલેલા સમન્સને રદ કરવાની દેશમુખે કોર્ટમાં અરજી કરી હતી.
20 ઓક્ટોબર- અનિલ દેશમુખની અરજીને કોર્ટે ફગાવી દીધી હતી.
મલાડની ભાજપની આ નગરસેવિકાએ ઇલેક્શન કમિશનને લખ્યો પત્ર : કહ્યું સીમાંકન કરવામાં પણ કૌભાંડ. જાણો વિગત
અનિલ દેશમુખને પાંચ વખત તો તેમના પુત્રને પણ વારંવાર EDએ સમન્સ મોકલ્યા હતા. શરૂઆતમાં અનિલ દેશમુખે વિડિયો કોન્ફરન્સ દ્વારા જવાબ નોંધવાની તૈયારી દર્શાવી હતી. ત્યારબાદ આ પ્રકરણ કોર્ટમાં હોવાનું કહીને તેઓ પાંચમી વખત પણ ઈડીની ઓફિસે ગયા નહોતા. વકીલ મારફત પત્ર મોકલીને તેઓ મુદત માગતા રહ્યા હતા. પ્રત્યક્ષ રીતે તેઓ હાજર થયા જ નહોતા. અનિલ દેશમુખ સહિત તેમના નજીકના લોકો પર ઈડી દ્વારા ધાડ પાડવાનું કામ ચાલુ જ હતું. આ દરમિયાન તેમની સાડા ચાર કરોડ રૂપિયાની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી હતી. કોર્ટનો જવાબ આવ્યા બાદ હાજર થવાનો દાવો દેશમુખ કરી રહ્યા હતા. કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. છતાં તેઓ ઈડી સમક્ષ હાજર થયા નહોતા.