News Continuous Bureau | Mumbai
વહેલી સવારના ધાર્મિક સ્થળો(Religious places) પર વાગતા સ્પીકરને લઈને વિવાદ(loud speaker Row) બાદ હવે હવે બોમ્બે ટ્રસ્ટની(Bombay Trust) જુમા મસ્જિદે(Juma Masjid) લાઈવ અઝાનની(Live Azan) “અલ ઈસ્લાહ”(Al Islah) નામની એપ (App) લોન્ચ કરી છે.
મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની સરકારના(Mahavikas Aghadi Govt) સમય દરમિયાન લાઉડ સ્પીકરને લઈને ભારે વિવાદ જાગ્યો હતો. ખાસ કરીને વહેલી સવારે લાઉડ સ્પીકર પર કરવામાં આવતી અઝાન સામે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ(MNS) ભારે વિરોધ કર્યો હતો. છેવટે તમામ ધાર્મિક સ્થળો પર સવારના છ વાગ્યા પહેલા લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. હાલ પૂરતો આ વિવાદ શમી ગયો છે. ત્યારે હવે બોમ્બે ટ્રસ્ટની જુમા મસ્જિદે લાઈવ અઝાન માટે એપ લોન્ચ કરી છે.
સ્માર્ટ ફોન(smart phone) પર નમાઝના સમયે લાઈવ એલર્ટ(Live alert) આવશે. સ્માર્ટફોન યુઝરોને IOS અને એન્ડ્રોઇડ(Android) પર નમાઝના સમયે નોટિફિકેશન આવશે.
આ સમાચાર પણ વાંચો : શિવસેનાની મુશ્કેશીમાં ઓર વધારો-BMCના કામોમાં કરોડોનો ભ્રષ્ટાચાર- ડેપ્યુટી ચીફ મિનિસ્ટર ફડણવીસે આપ્યો આ આદેશ
આ એપ્લિકેશનનું પ્રારંભિક સંસ્કરણ(Initial version) નમાઝના સમય પ્રદાન કરે છે. તેમાં એક જોગવાઈ છે, જેના દ્વારા જુમા મસ્જિદ સમુદાયને (mosque community) ધોષણાઓ રીલે કરી શકે છે. આ સંદુર ઐતિહાસિક મસ્જિદની 360 ડિગ્રી વર્ચ્યુઅલ ટૂર (Virtual tour) પર એમ્બેડેડ છે. ભવિષ્યમાં અન્ય મસ્જિદોમાંથી લાઈવ અઝાન અને કોલેજના કાઉન્સેલિંગ સેન્ટરની લિંક (Link to Counseling Center of College) પણ જોડવામાં આવશે.
મસ્જિદ ટ્રસ્ટના કહેવા મુજબ આ પ્રકારની સમાન એપ્લિકેશન પહેલાથી અસ્તિત્વમાં છે. પરંતુ તે પ્રી-રેકોર્ડેડ અઝાન વગાડે છે. આ એપમાં જુમા મસ્જિદથી લાઈવ અઝાન સાંભળવા મળશે.