Site icon

ગુજરાતના વૈજ્ઞાનિકોને વધામણાં: કાકરાપારમાં સંપૂર્ણ સ્વદેશી બનાવટનો 700 મૅગાવોટ પરમાણું ઉર્જા પ્લાન્ટ કાર્યરત..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

22 જુલાઈ 2020

ન્યૂક્લિયર પાવર ટેકનોલોજીમાં ભારત હવે આત્મનિર્ભર બની ગયુ છે. સંપૂર્ણ સ્વદેશી બનાવટનો પરમાણું ઉર્જા પ્લાન્ટ કાર્યરત થઈ ગયો છે. આ સિદ્ધી ગુજરાત માટે પણ ખૂબ જ મહત્વની છે. આટલી મોટી સિદ્ધિ ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને બિરદાવી છે. 

દક્ષિણ ગુજરાતમાં સુરતથી 80 કી.મી દૂર તાપી નદીને કિનારે આવેલાં કાકરાપાર પરમાણું ઉર્જા પ્લાન્ટે આ સિદ્ધી મેળવી છે. 700 મેગાવોટની ક્ષમતા ધરાવતું આ દેશનું એક માત્ર સૌથી મોટુ રિએક્ટર છે. આ પ્લાન્ટમાં લગાવાયેલા તમામ ઉપકરણો અને ટેકનોલોજી સ્વદેશી બનાવટની છે. એટલે કે આત્મનિર્ભર ભારત તરફ આ એક મોટુ પગલુ કહી શકાય.

KAPP-3 એટલે કે ભારતે ત્રિસ્તરીય ન્યૂક્લિયર પ્રોગ્રામ વિકસાવ્યો છે. જેમાં ક્લોઝ્ડ ફ્યૂલ સાયકલ પર એક ચરણમાં ઉપયોગ કરાયેલા ઈંધણને ફરીથી પ્રોસેસ કરીને અલગ ચરણ માટેના ઈંધણ તરીકે થાય છે..

આ પ્લાન્ટનો વિકાસ અને ઓપરેશન ન્યૂક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(NPCIL)એ કર્યું છે. પ્લાન્ટમાં 220 મેગાવોટની ક્ષમતાના બે સ્ટેશન KAPS-1 અને KAPS-2 છે. જેમાં પ્રથમ પ્લાન્ટની શરૂઆત વર્ષ 1993માં અને બીજાની શરૂઆત 1995માં થઈ હતી.

KAPP-3ની શરૂઆત બાદ હવે KAPP-4 પણ જલ્દીથી શરૂ થાય તેવી આશા છે. KAPP-3 માર્ક-4 ટાઈપ કેટેગરીનુ ઉપકરણ છે. જે પ્રેશરાઈઝ્ડ હેવી વોટર રિએક્ટર(PHWR) ડિઝાઈનનું ઉત્તમ ઉદાહરણ છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2OOngkt  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Maharashtra: શિક્ષણ પાછળ સરકારનો મોટો ખર્ચ: મહારાષ્ટ્ર સરકારે મંજૂર કર્યા ₹165 કરોડ, 41 લાખ બાળકોના ખભા પર હશે નવા-નક્કોર સરકારી દફતર
Ahmedabad Air India Crash: અમદાવાદ પ્લેન દુર્ઘટના પાછળ પાઈલટનું ખતરનાક કાવતરું? ટેકનિકલ ખામી નહીં પણ આત્મઘાતી કદમની આશંકા, જાણો તપાસ રિપોર્ટની હકીકત
Maharashtra: બોર્ડની પરીક્ષા કે ચોરીનો અડ્ડો? ૧૨મા ધોરણમાં સામૂહિક ચોરીથી શિક્ષણ મંત્રી રોષે ભરાયા, હવે શાળાઓની માન્યતા રદ થવા સુધી આવશે નોબત!
Maharashtra Govt Jobs: ૭૦,૦૦૦ સરકારી જગ્યાઓ માટે ભરતીનો માર્ગ સાફ, શિક્ષણથી લઈને પોલીસ વિભાગ સુધીની ખાલી બેઠકોનું લિસ્ટ જાહેર
Exit mobile version