News Continuous Bureau | Mumbai
Kannur petrol pump horror: કેરળ ( Kerala ) ના કન્નુર ( Kannur ) જિલ્લામાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક પોલીસકર્મીએ પહેલા પેટ્રોલ પંપ ( Petrol Pump ) ના કર્મચારીને પોતાની કારથી ટક્કર મારે છે. આ પછી, જ્યારે તે બોનેટ ( Car Bonnet ) પર પડે છે, ત્યારે કાર ચાલક તે જ હાલતમાં વ્યસ્ત હાઈવે ( Busy Highway ) પર એક કિલોમીટર સુધી કાર ચલાવી. આ બધુ ત્યારે થયું જ્યારે પેટ્રોલ પંપ એટેન્ડન્ટે કાર ચલાવી રહેલા પોલીસકર્મી પાસેથી પેટ્રોલ ભરવા માટે પૈસા માંગ્યા.
મળતી જાણકારી મુજબ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેને સેવામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
Kannur petrol pump horror: જુઓ વિડીયો
In #Kerala's #Kannur, a police driver has been booked for attempt to murder after he dashed into a petrol pump employee and drove with the man on the bonnet on being asked to pay for the fuel he filled on Monday.
The accused has been arrested and suspended from service, police… pic.twitter.com/oNnGKFUVDw
— Hate Detector 🔍 (@HateDetectors) July 16, 2024
Kannur petrol pump horror: પોલીસકર્મી એ પેટ્રોલ પંપના એટેન્ડન્ટ પર હુમલો કર્યો
કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના રવિવારે બની હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે પેટ્રોલ પંપનો કર્મચારી કારની સામે ઉભો છે. તે કાર ચલાવી રહેલા પોલીસકર્મી પાસેથી પૈસા માંગી રહ્યો છે. પરંતુ પેટ્રોલ ભરાવ્યા બાદ તેણે પૈસા આપ્યા વગર ભરવાનું શરૂ કર્યું અને તેને રોકવામાં આવતા તેણે પેટ્રોલ પંપના એટેન્ડન્ટ પર હુમલો કર્યો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
આ સમાચાર પણ વાંચો : RBI Penalty : રિઝર્વ બેંકની મોટી કાર્યવાહી! આ પાંચ સહકારી બેંકો પર લાદવામાં આવ્યો મસમોટો દંડ; ગ્રાહકો પર શું અસર થશે? જાણો…
Kannur petrol pump horror: અટેન્ડન્ટ ને પહોંચી ઈજા
આગળ વીડિયોમાં જોઈ શકાય છે કે એટેન્ડન્ટ આરોપી સાથે દલીલ કરી રહ્યો છે. દરમિયાન, આરોપીએ અચાનક કાર આગળ વધારી, જેના કારણે પેટ્રોલ પંપનો અટેન્ડન્ટ વાહનના બોનેટ પર પડ્યો. ડ્રાઇવરે વ્યસ્ત રોડ પર લગભગ એક કિલોમીટર સુધી વાહન ચલાવ્યું હતું. જેના કારણે અટેન્ડન્ટ ને ઈજા પહોંચી છે. બાદ માં આ અંગે તેણે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)