ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ડિસેમ્બર 2021
સોમવાર.
યુપીમાં કન્નૌજ ખાતે અત્તરના કારોબારી પિયુષ જૈનની જીએસટી ઈન્ટેલિજન્સે કાનપુર ખાતેથી ધરપકડ કરી લીધી છે.
GST ઈન્ટેલિજન્સે ટેક્સ ચોરીના આરોપમાં સીજીએસટી એક્ટની કલમ 69 હેઠળ પીયૂષ જૈનની કન્નોજથી ધરપકડ કરી છે.
આરોપીને આગળની કાર્યવાહી માટે કાનપુરથી અમદાવાદ લઈ જવામાં આવે તેવી શક્યતા છે.
દરોડા દરમિયાન અત્યાર સુધીમાં તેના પાસેથી 257 કરોડની રોકડ અને ઘરેણાં જપ્ત કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે પિયુષ જૈન કન્નૌજનો મોટો વેપારીઓમાં ગણાય છે, તેને કન્નૌજનો ધનકુબેર પણ કહેવામાં આવે છે.
