કર્ણાટક વિધાનસભામાં અભદ્ર અને અપમાનજનક વર્તન બદલ કોંગ્રેસના ધારાસભ્ય બીકે. સંગમેશ્વરને એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ધારાસભ્યએ તેમના વિરુદ્ધ નોંધાયેલા કેસોના વિરોધમાં વિધાનસભાની કાર્યવાહીની વચ્ચે તેમનો શર્ટ ઉતાર્યો હતો. આ દરમિયાન તેમણે શર્ટ ખભા પર મુકીને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
ત્યારબાદ સ્પીકરે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને તેમને 12 માર્ચ સુધી સસ્પેન્ડ કરી દીધા છે.


Leave a Reply