News Continuous Bureau | Mumbai
Karnataka: કર્ણાટકના મૈસૂરમાં ( Mysore ) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ તેની પત્નીને ( Wife ) 12 વર્ષ સુધી ઘરના એક રૂમમાં બંધ કરીને રાખી હતી. તેમ જ પીડિત મહિલાને 12 વર્ષ સુધી શૌચાલય માટે રૂમના ખૂણામાં રાખવામાં આવતા એક બોક્સનો ઉપયોગ કર્યો હતો. પતિની ( Husband ) નિર્દયતાનો ભોગ બનેલી મહિલાએ પોલીસને આખી વાત કહી છે. જો કે, મહિલાએ તેના પતિ વિરુદ્ધ કેસ દાખલ કરવાનો ઇનકાર કર્યો અને તેના માતાપિતા સાથે રહેવાનું નક્કી કર્યું હતું.
મળતી માહિતી મુજબ આ મામલો કર્ણાટકના ( Karnataka ) મૈસૂરનો છે. અહીં એક પીડીતાને પોલીસે બચાવી લીધી છે, જેને તેના પતિએ 12 વર્ષથી કથિત રીતે ઘરમાં જ બંધ કરીને રાખી મુકી હતી. નવાઈની વાત એ છે કે મહિલા હજુ પણ તેના પતિ સાથે રહેવા માંગે છે. તેણે તેના પતિ વિરુદ્ધ કેસ નોંધવાનો ઈન્કાર કરી દીધો છે. હાલ પોલીસે મહિલાને કેદમાંથી મુક્ત કરાવી છે. પોલીસે જણાવ્યું કે મહિલાની ઉંમર 30 વર્ષની છે.
આ મહિલા તે પુરુષની ત્રીજી પત્ની છે…
પોલીસે જણાવ્યું હતું કે તેના પતિએ તેને 12 વર્ષથી ઘરમાં કેદ ( Imprisonment ) કરી હતી. પીડિત મહિલાએ દાવો કર્યો છે કે તેનો પતિ ઘરને તાળું મારીને કામ પર ચાલ્યો જતો હતો. મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, તેને બે બાળકો છે. જ્યારે બાળકો શાળાએથી પાછા ફરે, ત્યારે તેઓ ઘરની બહાર રાહ તેના પિતાની રાહ જોતા ઉભા રહેતા અને જ્યારે પતિ કામ પરથી પાછો આવતો ત્યારે જ બાળકો ઘરની અંદર આવતા હતા.
આ સમાચાર પણ વાંચો : Puducherry: આને કહેવાય નસીબ! પુડુચેરીના એક વેપારીએ ક્રિસમસ- ન્યુ યરની અધધ 20 કરોડની બમ્પર લોટરી જીતી, પણ મળશે આટલા જ કરોડ.. જાણો કેમ..
પીડિત મહિલાએ જણાવ્યું હતું કે, તે સમય દરમિયાન હું બાળકોને બારીમાંથી ખાવાનું આપતી હતી.મારા લગ્નને 12 વર્ષ થઈ ગયા છે. મારા પતિ હંમેશા મને ઘરમાં જ બંધ રાખતા હતા અને મારી સાથે મારઝૂડ કરતા હતા. આ અંગે વિસ્તારમાં કોઈએ તેમની પૂછપરછ કરી ન હતી. મારે ઘરની બારે નીકળવા પર પ્રતિબંધો હતા. પોલીસે જણાવ્યું કે આ મહિલા તે પુરુષની ત્રીજી પત્ની છે. તેને કેદમાંથી બહાર લાવ્યા બાદ પોલીસે મહિલાનું કાઉન્સેલિંગ શરુ કર્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા તેના પતિ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવા માંગતી નથી અને તેણે તેના પતિ વિરુદ્ધ કેસ નોંધ્યો નથી. અત્યારે તે તેના માતા-પિતાના ઘરે રહેશે અને તેના વૈવાહિક પ્રશ્નોને વાતચીત દ્વારા ઉકેલશે.