કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ ગૌહત્યા સામેના વટહુકમ પર હસ્તાક્ષર કર્યા છે.
જેમાં પશુઓને હત્યા કરવા બદલ સજાની જોગવાઈ છે અને ગાય ને બચાવવા માટે કામ કરતા લોકોને સુરક્ષા પૂરી પાડવામાં આવશે.
આ વટહુકમમાં રાજ્યમાં ગાયોની હત્યા, તસ્કરી, ગેરકાયદેસર પરિવહન અને અત્યાચાર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે.
જોકે આ સાથે સંબંધિત બિલને હજી સુધી વિધાન પરિષદ દ્વારા મંજૂરી મળી નથી, તેથી વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે.