165
Join Our WhatsApp Community
કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ આજે રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને પોતાનું રાજીનામું સોંપી દીધુ છે.
રાજીનામું સોંપ્યા બાદ તેમણે કહ્યું કે તેમના પર હાઈકમાનનું કોઈ પ્રેશર નથી. મે જાતે જ રાજીનામું આપી દીધુ છે. મેં કોઈનું નામ સૂચવ્યું નથી. પાર્ટીને મજબૂત કરવા માટે કામ કરતો રહીશ.
યેદિયુરપ્પા બાદ કર્ણાટકના નવા સીએમ તરીકે કેન્દ્રીય કોલસા, ખનન તથા સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશી અને રાજ્ય સરકારમાં ખનન મંત્રી તથા ઉદ્યોગપતિ એમઆર નિરાનીનું નામ ચર્ચાઈ રહ્યું છે.
જોકે આ બન્ને નેતાઓએ કહ્યું છે કે હજું સુધી તેમને આ અંગે કોઈ જાણકારી નથી.
ઉલ્લેખનીય છે કે આજે કર્ણાટકમાં તેમની સરકારને બે વર્ષ પૂરા થયાની ઉજવણી થઈ રહી છે.
You Might Be Interested In