Karnataka Ola fire : લ્યો બોલો, નવું સ્કૂટર ખોટવાઈ ગયુ, કંપનીએ ન સાંભળ્યું તો રોષે ભરાયેલા ગ્રાહકે શોરૂમમાં આગ લગાવી; થયું લાખોનું નુકસાન..

Karnataka Ola fire :મોહમ્મદ નદીમ નામના વ્યક્તિએ ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદ્યું હતું. જ્યારે તે ખરાબ થઈ ગયું ત્યારે તેણે ઘણી વખત ફરિયાદ કરી પરંતુ કંપનીએ તેને રિપેર ન કર્યું. આ પછી આ વ્યક્તિએ પેટ્રોલ રેડીને શોરૂમને આગ લગાવી દીધી હતી.

by kalpana Verat
Karnataka Ola fire Upset over faulty Ola electric scooter, man sets showroom on fire in Karnataka

News Continuous Bureau | Mumbai 

Karnataka Ola fire : ઇલેક્ટ્રિક વાહનોમાં આગ અને ટેકનિકલ ખામીના કિસ્સાઓ અવાર નવાર સાંભળવા મળે છે. આવો જ એક કિસ્સો કર્ણાટકમાં સામે આવ્યો છે. અહીં એક ગ્રાહક તેના ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ખામીને કારણે કલાબુર્ગીમાં ઓલાના શોરૂમમાં પહોંચ્યો હતો. જ્યાં તે ગ્રાહક સાથે બોલાચાલી થતાં તે ગુસ્સે થઈ ગયો હતો. જે બાદ તેણે શો રૂમમાં જ આગ ચાંપી દીધી હતી. જેના શોરૂમને રૂ.8.5 લાખનું નુકસાન થયું.

Karnataka Ola fire :જુઓ વિડીયો 

 

Karnataka Ola fire :ગુસ્સામાં નદીમે પેટ્રોલ રેડીને શોરૂમમાં આગ લગાવી દીધી

મીડિયા રિપોર્ટ મુજબ મોહમ્મદ નદીમ નામના ગ્રાહકે ઓલા પાસેથી ઇલેક્ટ્રિક કાર ખરીદી હતી. તેણે શોરૂમમાં ફરિયાદ કરી કારણ કે તેણે ખરીદેલી કાર વારંવાર બગડી જતી હતી. પરંતુ નદીમે આરોપ લગાવ્યો કે તેને શોરૂમ તરફથી યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. મંગળવારે નદીમ અને શોરૂમના અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. ગુસ્સામાં નદીમે પેટ્રોલ રેડીને શોરૂમમાં આગ લગાવી દીધી હતી. આ આગમાં 6 વાહનો અને કોમ્પ્યુટર સિસ્ટમ બળીને ખાખ થઈ ગયા હતા અને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.

આ સમાચાર પણ વાંચો : Bihar Viral Video: ભારે કરી, આત્મહત્યા કરવા આવેલી યુવતી રેલવે ટ્રેક પર સુઈ ગઈ, પછી લોકો પાયલટ ઉઠાડી.. કર્યો ભારે હંગામો; જુઓ વિડીયો

Karnataka Ola fire :શોરૂમને સાડા આઠ લાખ રૂપિયાનું નુકસાન 

પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ સમગ્ર ઘટના શોરૂમમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ જતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ ઘટનામાં શોરૂમને સાડા આઠ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું અને સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. દરમિયાન ફાયર બ્રિગેડે ઘટના સ્થળે દોડી જઈ આગને કાબુમાં લીધી હતી. આગ લાગી ત્યારે શોરૂમ બંધ હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More