ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ફેબ્રુઆરી 2022
સોમવાર
હિજાબ વિવાદના કારણે કર્ણાટકમાં ગરમાયેલા રાજકારણની વચ્ચે કર્ણાટકમાં ધો.10 સુધીની સ્કુલો આજે ખુલી ગઈ છે.
આજે સવારે ધો.10 સુધીની વિદ્યાર્થીનીઓ સ્કુલે ગઈ છે. આ વિવાદના કેન્દ્રમાં રહેલા ઉડ્ડપીમાં પણ આજે સ્કુલો ખુલી ગઈ છે.
પ્રશાસન સ્કુલના બાળકોને પુરતી સુરક્ષા મળે તેવી કોશિશ કરી રહ્યું છે.
જોકે ઉડ્ડપી પ્રશાસને સ્કુલની આસપાસ ધારા-144 લાગુ કરી દીધી છે.
મુસ્લિમ વિદ્યાર્થીનીઓ દ્વારા હિજાબ પહેરવાનો મામલો હાલ કોર્ટમાં છે.
રવિવારે શિવમોગામાં પોલીસે ફ્લેગ માર્ચ કરી હતી. આ પહેલા ઉડ્ડપીમાં પણ 11 ફેબ્રુઆરીએ પોલીસે ફ્લેગ માર્ચ કરી હતી.