News Continuous Bureau | Mumbai
જમ્મુ અને કાશ્મીરના અલગતાવાદી નેતા મોહમ્મદ યાસીન મલિકે દિલ્હી NIA કોર્ટમાં આતંકવાદ સંબંધિત તેના તમામ ગુનાઓ કબૂલ કર્યા છે.
યાસીન મલિકે કબૂલ્યું છે કે તે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતો, તેણે ગુનાહિત ષડ્યંત્ર પણ રચ્યું હતું અને તેના પર રાજદ્રોહની કલમ પણ સાચી છે.
સાથે જ મલિકે UAPA હેઠળ લાદવામાં આવેલી કલમોનો પણ સ્વીકાર કર્યો છે.
હવે આગામી 19 મેના રોજ સમગ્ર મામલે કોર્ટ ચુકાદો આપશે..
યાસીન વિરૂદ્ધ જે કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે, તેવા કેસમાં તેને આજીવન કેદની મહત્તમ સજા થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે યાસીન મલિક હજુ પણ દિલ્હીની તિહાર જેલમાં બંધ છે.
આ સમાચાર પણ વાંચો : નોઈડામાં ફૂટ ઓવર બ્રિજ બાદ હવે આ જગ્યા એ બનશે લતા મંગેશકરના નામ પર ક્રોસરોડ , CM એ આપ્યો નિર્દેશ