271
Join Our WhatsApp Community
કેરળ વિધાનસભામાં લક્ષદ્વીપ સરકાર દ્વારા લાવવામાં આવેલા તાજેતરના સુધારાઓ પરત ખેંચવાની માંગ સાથે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.
કેરળના મુખ્ય પ્રધાન પિનરાય વિજયન દરખાસ્ત રજૂ કરી ટાપુના લોકોની ચિંતાની તાત્કાલિક નિવારણની માંગ કરી છે.
ઠરાવમાં લક્ષદ્વીપના સંચાલક પ્રફુલ પટેલે પસાર કરેલા વિવાદાસ્પદ સુધારા પાછા ખેંચવાની માંગ કરી છે.
આ સાથે કેન્દ્રને લક્ષદ્વીપના એડમિનિસ્ટ્રેટરને ફરીથી બોલાવવા અને તાત્કાલિક આ મામલે હસ્તક્ષેપ કરવા પણ વિનંતી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ કેન્દ્રિય પ્રદેશ લક્ષદ્વીપમાં ટાપુના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ પટેલ દ્વારા જાહેર કરાયેલા વહીવટી સુધારાને લઈને વિરોધ પ્રદર્શનો થયા હતા.
ભારતના 91 વર્ષીય ખડતલ રમતવીરે કોરોનાને હરાવ્યો, પરંતુ હજી પણ ઓક્સિજન સપોર્ટ પર! જાણો વિગતે
You Might Be Interested In