Site icon

નસીબ આડેથી પાંદડું હટવું આને કહેવાય કેરળમાં રીક્ષા ડ્રાઇવરની રાતોરાત બદલાઈ ગઈ કિસ્મત જીતી અધધ આટલા કરોડની લોટરી 

News Continuous Bureau | Mumbai

તમે સાંભળ્યું જ હશે કે ભગવાન જ્યારે આપે છે ત્યારે છપ્પર ફાડીને જ આપે છે. આવું જ કંઈક કેરળના એક ઓટો ડ્રાઈવર સાથે થયું છે. ગરીબીથી પરેશાન થઈને મલેશિયા જઈ શેફનું કામ કરવાનું મન બનાવી લેનાર ડ્રાઇવર રાતોરાત કરોડપતિ બની ગયો. તેને બે પાંચ કરોડ નહીં પણ અધધ.. 25 કરોડની ઓણમ બંપર લોટરી લાગી. 

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, લોટરી જીતનાર ઓટો ડ્રાઈવર અનૂપ શ્રીવરહમનો રહેવાસી છે. શનિવારે, તેણે TJ 750605 નંબરની ટિકિટ ખરીદી હતી, જેણે તેનું નસીબ ફેરવી દીધું હતું. મીડિયા સાથે વાત કરતા અનૂપે કહ્યું કે પહેલા તેણે એક ટિકિટ ખરીદી જે તેને પસંદ ન હતી, ત્યારબાદ તેણે બીજી ટિકિટ ખરીદી  અને તે તેના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની ગયો. 

આ સમાચાર પણ વાંચો :  શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં આ કોમેડિયન ભજવશે  મિસિસ પોપટલાલ ની ભૂમિકા-અભિનેત્રીએ સાઈન કર્યો શો 

રીક્ષા ડ્રાઈવર અનૂપે જણાવ્યું કે, બેન્કે મને લોન આપવા માટે બોલાવ્યો હતો પરંતુ મેં ના પાડી દીધી. હવે મારે મલેશિયા જવું નથી. હું છેલ્લા 22 વર્ષથી લોટરીની ટિકિટ ખરીદુ છું પરંતુ અત્યાર સુધી 5 હજારથી વધુ જીતી શક્યો નથી. મને આશા નહોતી તેથી મેં ટીવી પર પરિણામ પણ જોયું નથી. બાદમાં જ્યારે મારો ફોન જોયો તો ખબર પડી કે હું જીતી ગયો છું. મને વિશ્વાસ ન આવ્યો એટલે મેં તે મહિલાનો સંપર્ક કર્યો, જેની પાસેથી ટિકિટ ખરીદી હતી. તેણે કન્ફર્મ કર્યું કે આ જીતનારો નંબર છે. નોંધનીય છે કે ટેક્સ કપાયા બાદ અનૂપને લગભગ 15 કરોડ રૂપિયા મળશે. 

અનૂપને જ્યારે પૂછવામાં આવ્યું કે આટલા પૈસાનું તે શું કરશે તો તેણે કહ્યું, પહેલા તો મારા પરિવાર માટે એક ઘર બનાવવું છે અને પછી દેવુ ચુકતે કરવાનું છે. આ સિવાય અનૂપે કહ્યું કે તે તેના સંબંધીઓને મદદ કરશે, ચેરિટી કામ કરશે અને કેરળમાં હોટેલ સેક્ટરમાં કંઈક શરૂ કરશે. આ સંયોગ જ છે કે પાછલા વર્ષે પણ 12 કરોડ રૂપિયાની ઓણમ બંપર લોટરી એક રિક્ષા ડ્રાઇવરે જીતી હતી. 

આ સમાચાર પણ વાંચો :  લ્યો કરો વાત મુંબઈમાં એક બે નહીં પણ 50 પતિઓએ જીવંત પત્નીનું કર્યું પિંડદાન કારણ જાણી ચોંકી જશો

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version