યુપી અને આસામ જેવા રાજ્યોમાં જનસંખ્યા નિયંત્રિત કરવા માટે પગલા ભરવામાં આવી રહ્યા છે ત્યારે કેરળના ચર્ચે વધારે બાળકો વાળા ઈસાઈ પરિવારોને આર્થિક મદદ આપવાનું એલાન કર્યું છે.
આ અંતર્ગત 5થી વધુ બાળકો ધરાવતા પરિવારોને પ્રોત્સાહન આપતા કોટ્ટાયમમાં સીરો-માલાબાર કેથોલિક ચર્ચે દર મહિને રૂ.1500ની આર્થિક મદદનું એલાન કર્યું છે. સુવિધા વર્ષ 2000 બાદ પરણિત દંપત્તીને જ મળશે.
યોજનાનો હેતુ ઈસાઈ સમુદાયને વસ્તી વધારવા માટે પ્રેરિત કરવાનો છે.
જોકે હાલ આનો તાત્કાલિક લક્ષ્ય મહામારીથી અસરગ્રસ્ત પરિવારોને મદદ પહોંચાડવાનો જણાવવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે કેરળમાં ખ્રિસ્તી સમાજની વસતી ઓછી છે. ગ્રોથ રેટ ઘટી રહ્યો છે. ઉપરાંત મહામારીના સમયમાં મોટા પરિવારોને ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે.
જમ્મુ અને કાશ્મીરના આ જિલ્લામાં વાદળ ફાટતા તબાહી: અત્યાર સુધીમાં 7 લોકોના મોત 30થી 40 લોકો ગુમ

Leave a Reply