ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
16 જુન 2020
એક બાજુ વિશ્વ COVID-19 રોગચાળા સામે લડી રહ્યું છે, ત્યારે કેરળના કોલ્લમ જિલ્લામાં એક વ્યક્તિએ "વાયરસને કાબૂમાં રાખવા" માટે ‘કોરોના દેવી’ ની ઉપાસના શરૂ કરી દીધી છે. કડક્કલના વતની એ એક મૂર્તિ સ્થાપિત કરી છે આ સંદર્ભે તેનું કહેવું ચગે કે " એક ભયાનક વાયરસ ફેલાયો છે ત્યારે હિન્દુ પુરાણકથા સમજાવે છે કે ભગવાન સર્વવ્યાપી છે, આથી એક વાયરસમાં પણ ભગવાન છે".
આ શખ્સએ થર્મોકોલથી બનેલી મૂર્તિની ઘરના મંદિરીયા મા મૂકી છે જેની સામે રોજ દૈનિક વિધિ કરે છે.
વધુમાં તેને કહ્યું કે " તેણે આ મંદિરને આરોગ્ય કર્મચારીઓ, રસી શોધવાનો પ્રયાસ કરતા વૈજ્ઞાનિકો, પોલીસ-ફાયર અને બચાવ અધિકારીઓ, ફ્રન્ટલાઈનમાં કામ કરતા પત્રકારો જેવા લોકોને મંદિર સમર્પિત કર્યું છે".
આજથી દાયકાઓ પહેલા અછબડા-ઓરી થતા ત્યારે રસી શોધાઈ ના હોવાથી લોકો ઘરગથ્થુ ઉપાયો કરતાં ને ધીમે ધીમે ભગવાનની શરણમાં ગયા બાદ લોકોએ માતાનું રૌદ્ર રૂપ છે એમ કહી 'શીતળા માતાની પૂજા શરૂ કરી ધીધી હતી'.
એવું જ ફરી અંધશ્રદ્ધાને લઈ લોકોએ 'કોરોના વાયરસ'ને 'કોરોના માતા' તરીકે પૂજવાનું શરૂ કર્યું છે….