ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
03 નવેમ્બર 2020
કેરળ પબ્લિક સર્વિસ કમિશન (PSC) એ નક્કી કર્યું છે કે સામાન્ય કેટેગરીમાં આર્થિક રીતે નબળા વિભાગો (EWS) માટે સરકારી નોકરીમાં 10% અનામત લાગુ કરશે. આ નિયમ તમામ જોબ માટે લાગુ કરવામાં આવશે, જે માટે કેબિનેટ ક્વોટા દ્વારા મંજૂરી પણ આપવામાં આવી છે. ઓનલાઇન અરજી અને પ્રોફાઇલમાં જરૂરી સુધારા કરવામાં આવશે તેમજ જે આ નોકરી માટે લાયક છે, તેઓએ 23 ઓક્ટોબર સુધીમાં આવેદનપત્ર ભરવાના હતાં. જેની તારીખ હવે 14 નવેમ્બરના મધ્યરાત્રિ સુધી વધારી દેવામાં આવી છે.
કેન્દ્ર દ્વારા અગાઉ એસસી / એસટી અને અન્ય પછાત સમુદાયોને આપવામાં આવતી 50% અનામતને અસર કર્યા વિના બંધારણના 103 મા સુધારાના આધારે 10% આરક્ષણ આપવાનું નક્કી કર્યું છે. સામી ચૂંટણીએ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાથી વિવિધ રાજકીય પક્ષો અને સંથાઓ કેરળ સરકારના આ નિર્ણય નો વિરોધ પણ કરી રહયાં છે.
જે કુટુંબની ચાર લાખ રુ.થી ઓછી આવક ધરાવતા પરિવારોના ઉમેદવારો આ અનામત માટે પાત્ર બનશે. જ્યારે ગ્રામ્ય પંચાયતોમાં 2 એકરથી વધુ જમીન અથવા નગરપાલિકાઓમાં 75 સેન્ટથી વધુ અને કોર્પોરેશનની હદમાં 50 સેન્ટથી વધુની જમીન ધરાવતા પરિવારોના ઉમેદવારો આ નોકરીને પાત્ર રહેશે નહીં.