Site icon

કેરળ સરકારે લીધો મહત્વનો નિર્ણય.. જાહેર સેવામાં આર્થિક રીતે નબળા લોકો માટે 10% ક્વોટા લાગુ કર્યો.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

03 નવેમ્બર 2020

કેરળ પબ્લિક સર્વિસ કમિશન (PSC) એ નક્કી કર્યું છે કે સામાન્ય કેટેગરીમાં આર્થિક રીતે નબળા વિભાગો (EWS) માટે સરકારી નોકરીમાં 10% અનામત લાગુ કરશે. આ નિયમ તમામ જોબ માટે લાગુ કરવામાં આવશે, જે માટે કેબિનેટ ક્વોટા દ્વારા મંજૂરી પણ આપવામાં આવી છે. ઓનલાઇન અરજી અને પ્રોફાઇલમાં જરૂરી સુધારા કરવામાં આવશે તેમજ જે આ નોકરી માટે લાયક છે, તેઓએ 23 ઓક્ટોબર સુધીમાં આવેદનપત્ર ભરવાના હતાં. જેની તારીખ હવે 14 નવેમ્બરના મધ્યરાત્રિ સુધી વધારી દેવામાં આવી છે. 

કેન્દ્ર દ્વારા અગાઉ એસસી / એસટી અને અન્ય પછાત સમુદાયોને આપવામાં આવતી 50% અનામતને અસર કર્યા વિના બંધારણના 103 મા સુધારાના આધારે 10% આરક્ષણ આપવાનું નક્કી કર્યું છે.  સામી ચૂંટણીએ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાથી વિવિધ રાજકીય પક્ષો અને સંથાઓ કેરળ સરકારના આ નિર્ણય નો વિરોધ પણ કરી રહયાં છે.  

જે કુટુંબની ચાર લાખ રુ.થી ઓછી આવક ધરાવતા પરિવારોના ઉમેદવારો આ અનામત માટે પાત્ર બનશે. જ્યારે ગ્રામ્ય પંચાયતોમાં 2 એકરથી વધુ જમીન અથવા નગરપાલિકાઓમાં 75 સેન્ટથી વધુ અને કોર્પોરેશનની હદમાં 50 સેન્ટથી વધુની જમીન ધરાવતા પરિવારોના ઉમેદવારો આ નોકરીને પાત્ર રહેશે નહીં.

Gujarat UCC Bill Passed: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ! લગ્ન, છૂટાછેડા અને લિવ-ઈન માટે આવ્યા નવા નિયમો
Flight Fare Hike:સામાન બાંધતા પહેલા ચેતજો! એરલાઈન્સ કંપનીઓ વધારશે ટિકિટના ભાવ; મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વિમાની મુસાફરીમાં મોટો ભાવવધારો.
LPG Crisis Eases in India:યુદ્ધ વચ્ચે ભારતની મોટી જીત! ગેસ બુકિંગમાં ૩૫% નો ઘટાડો અને ઉત્પાદન આસમાને; જાણો કેવી રીતે સામાન્ય થઈ રહી છે સ્થિતિ.
Maharashtra Weather Alert:મહારાષ્ટ્ર પર ફરી આકાશી આફત! આગામી ૪૮ કલાક ભારે; ૫ જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદની યલો એલર્ટ.
Exit mobile version