Ketan Agarwal Pune Murder Twist મૃત્યુના એ સંકેતો જે કેતન સમજી ન શક્યો! પુણેના બિઝનેસમેન મર્ડર કેસમાં કાવતરાખોરોની ખૌફનાક ચાલાકીઓનો પર્દાફાશ

Ketan Agarwal Pune Murder Twist ૧૪ જૂને પણ સિયાએ લોહગઢ કિલ્લા પરથી કેતનને મારવાનો કર્યો હતો પ્રયાસ, ૧૭ કરોડના ભવ્ય લગ્ન પહેલાં જ મંગેતરે ખેલ્યો ખૂની ખેલ

by kalpana Verat
Ketan Agarwal Pune Murder Twist  મૃત્યુના એ સંકેતો જે કેતન સમજી ન શક્યો! પુણેના બિઝનેસમેન મર્ડર કેસમાં કાવતરાખોરોની ખૌફનાક ચાલાકીઓનો પર્દાફાશ

News Continuous Bureau | Mumbai

Ketan Agarwal Pune Murder Twist પુણેના ચર્ચિત કેતન અગ્રવાલ હત્યાકાંડમાં દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. જો કેતને તેની મંગેતર સિયા ગોયલની શંકાસ્પદ હરકતો અને તેની પાછળ છુપાયેલા સંકેતોને સમયસર પારખી લીધા હોત, તો આજે તે જીવતો હોત. હત્યાના દિવસ પહેલાં બાલી ટ્રિપ વખતે થયેલી પાસપોર્ટ ચોરી અને ૧૪ જૂને લોહગઢ કિલ્લા પર બનેલી ‘સાપ’ વાળી ઘટના એવા સંકેતો હતા જેને કેતન ઓળખી શક્યો નહીં અને ૧૮ જૂને સિયા પોતાના પ્રેમી ચેતન ચૌધરી સાથે મળીને તેને ૪૦૦ ફૂટ ઊંડી ખીણમાં ધક્કો મારી મોતને ઘાટ ઉતારવામાં સફળ રહી.

Ketan Agarwal Pune Murder Twist – મુંબઈ એરપોર્ટ પર પાસપોર્ટ ગાયબ થતાં બાલીનો પ્રી-વેડિંગ શૂટ કેન્સલ કરવો પડ્યો હતો

અહેવાલ મુજબ, કેતન અને સિયા પોતાના પ્રી-વેડિંગ શૂટ માટે ૪ જૂનના રોજ અન્ય બે લોકો સાથે મુંબઈથી બાલી જવા રવાના થવાના હતા. જોકે, મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા પછી કેતનને ખબર પડી કે તેના બેગમાંથી માત્ર તેનો જ પાસપોર્ટ ગાયબ છે. નવાઈની વાત એ હતી કે પ્રવાસના તમામ દસ્તાવેજો, રોકડા પૈસા અને અન્ય કિંમતી સામાન તે જ બેગમાં અકબંધ હતા, માત્ર કેતનનો પાસપોર્ટ જ ગાયબ હતો જેના કારણે છેલ્લી ઘડીએ આખી ટ્રિપ રદ કરવી પડી હતી. પોલીસ તપાસમાં હવે મોટો ખુલાસો થયો છે કે મંગેતર સિયાએ જ એક રેસ્ટોરન્ટમાં કેતનનો પાસપોર્ટ ફાડીને ફ્લશ કરી દીધો હતો જેથી બાલી જવું ન પડે.

Ketan Agarwal Pune Murder Twist – ૧૪ જૂને પણ ધક્કો માર્યો હતો, પ્લાન ફેઈલ થતાં જ સિયાએ શરૂ કર્યું સાપનું નાટક

પોલીસ અને પીડિત પરિવારના જણાવ્યા અનુસાર, સિયાનો પ્લાન જો સફળ રહ્યો હોત તો તે ૧૪ જૂને જ કેતનની હત્યા કરી ચૂકી હોત. કેતનને ટ્રેકિંગનો શોખ હોવાથી સિયા તેને ૧૪ જૂને પણ લોહગઢ કિલ્લા પર લઈ ગઈ હતી. ત્યાં સિયાએ કેતનને ખીણમાં ધકેલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નસીબજોગ કેતન કોઈક રીતે બચી ગયો હતો. આ પ્લાન નિષ્ફળ જતાં જ સિયાએ પોતાની ચાલાકી વાપરીને ત્યાં જોરજોરથી બૂમો પાડવાનું શરૂ કરી દીધું કે ત્યાં સાપ આવ્યો હતો અને તે ડરી ગઈ છે. ત્યારબાદ તેણે કેતનને ગળે લગાવી લીધો. કેતને સિયાના આ નાટક પર સહેજ પણ શંકા ન કરી અને તેને સામાન્ય ઘટના માની લીધી, જે તેની સૌથી મોટી ભૂલ સાબિત થઈ.

Ketan Agarwal Pune Murder Twist – ૧૭ કરોડનો પેલેસ બુક કરાયો હતો, બંને આરોપીઓ ૨૯ જૂન સુધી પોલીસ કસ્ટડીમાં

પુણે ગ્રામીણના પોલીસ અધિક્ષક (SP) સંદીપ સિંહ ગીલે જણાવ્યું કે, સિયા પુણેના કોંઢવા વિસ્તારના રહેવાસી ૨૨ વર્ષીય ચેતન બાબુલાલ ચૌધરી સાથે પ્રેમ સંબંધમાં હતી. તે કેતન સાથે નવેમ્બરમાં થનારા લગ્નથી ખુશ નહોતી અને કેતનને પોતાના રસ્તાનો કાંટો માનતી હતી. આ લગ્ન માટે બંને પરિવારોએ રાજસ્થાનમાં ૧૭ કરોડ રૂપિયામાં એક આખો મહેલ (પેલેસ) બુક કર્યો હતો અને મહેમાનો માટે બે પ્રાઈવેટ જેટની પણ વ્યવસ્થા કરાઈ હતી. ૧૮ જૂને સિયાના જન્મદિવસે ફરીથી લોહગઢ કિલ્લા પર ફોટોશૂટના બહાને કેતનને લઈ જઈને સિયા અને ચેતને તેને ૪૦૦ ફૂટ ઊંડી ખીણમાં ધકેલી દીધો હતો. પોલીસે અકસ્માતનો કેસ મર્ડરમાં ફેરવીને મંગળવારે માવલ તહસીલ કોર્ટમાં બંને આરોપીઓને રજૂ કર્યા હતા, જ્યાં કોર્ટે તેમને ૨૯ જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

👉 આ સમાચાર વાચો:
Share Market Opening Today રોકાણકારો ગદગદ! માર્કેટમાં ફરી આવી રોનક, સેન્સેક્સ ૧૪૦ પોઈન્ટ વધ્યો, આ IT શેરોએ કરાવી કમાલ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More