Site icon

શોકિંગ-ભોપાલમાં સિરિયલ કિલરને માથે ચડ્યું KGF ફિલ્મનું ભૂત- કલાકમાં કરી 3 હત્યા- ચોકીદારોને કરતો હતો ટાર્ગેટ

News Continuous Bureau | Mumbai

મધ્ય પ્રદેશની(Madhya Pradesh) રાજધાની ભોપાલમાંથી(Bhopal) એક સિરિયલ કિલરને(serial killer) પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે. ચોકીદારોને ટાર્ગેટ(Target the Watchmen) કરનાર આરોપીએ ચાર ચોકીદારીની હત્યા કર્યા બાદ પાંચમી હત્યા ભોપાલમાં કરી હતી. ધરપકડ બાદ તેણે છ હત્યા કરી હોવાની ચોંકાવનારી કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી.

Join Our WhatsApp Community

ભોપાલના બૈરાગઢથી(Bairagarh) પકડી પાડવામાં આવેલા હત્યારા શિવ ધ્રુવે ધરપકડ બાદ કરેલી કબૂલાતથી પોલીસ પણ ચોંકી ગઈ હતી, તે સાગર જિલ્લાના(Sagar District)  કેસલીનો રહેવાસી છે અને ગોવામાં(Goa) નોકરી કરતો હતો. તેણે ચાર ચોકીદારોના સર ધડથી અલગ કર્યા હોવાની કબૂલાત કરી છે. પોલીસે આરોપીને સીસીટીવી કેમેરા(CCTV cameras) અને મોબાઈલ લોકશનની(Mobile Location) મદદથી પકડી પાડ્યો હતો.

પોલીસના કહેવા મુજબ આરોપી શિવ ઉઁઘતા  ચોકીદારોને ટાર્ગેટ કરતો હતો. આવા જ એક કેસમા તે ચોકીદાર હત્યા કર્યા  બાદ લાંબો સમય સુધી મૃતદેહ પાસે બેસી રહ્યો હતો. પોલીસને મળેલા સીસીટીવી ફૂટેજમાં તે  પહેલા મોટા હથિયારથી અને બાદમાં નાના હથિયારનો ઉપયોગ કરીને હત્યા કરતા દેખાયો હતો. પોલીસના કહેવા મુજબ તે એવા ચોકીદારોને ટાર્ગેટ કરતો હતો, જે રાતના ફરજ દરમિયાન સુઈ જતા હતા.

આ સમાચાર પણ વાંચો : નકલી ફુલોએ અસલી ફૂલોનો વેપાર બંધ કરાવ્યો- મહારાષ્ટ્રમાં છતે તહેવારે ખેડૂતો રાતા પાણીએ રોયા

આ સિરિયલ કિલરને શોધવા માટે 250 પોલીસની 10 ટીમ બનાવવામા આવી હતી. પોલીસના કહેવા મુજબ 18 વર્ષના આરોપીએ 72 કલાકમાં જ 3 હત્યા કરી હતી. તેણે પોલીસ સમક્ષ કરેલી કબૂલાત મુજબ KGFની ફિલ્મમાં(KGF film) રહેલા પાત્ર મુજબ તે પણ ડોન ઉર્ફ ભાઈ બનવા માગતો હતો. તેથી ફિલ્મ જોયા બાદ તે હત્યાઓ કરવા નીકળ્યો હતો.

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version