News Continuous Bureau | Mumbai
રાજસ્થાન(Rajasthan)ના પ્રખ્યાત ખાટુશ્યામજી(khatu Shyamji temple)માં બાબા શ્યામના માસિક મેળામાં સોમવારે સવારે નાસભાગ મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ સવારે 5 વાગ્યે મંદિરના પ્રવેશદ્વાર ખોલતાની સાથે જ ભીડ મોટાપાયે ભેગી થઈ ગઈ હતી.
આ અરાજકતામાં ત્રણ મહિલા શ્યામ ભક્તોના મોત થયા છે જ્યારે અનેક ભક્તો ઘાયલ થયા છે.
હાલમાં આ નાસભાગમાં ઘાયલ થયેલા તમામ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ-પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને રાહત કાર્ય શરૂ કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાઓ છત્રી, રેઇનકોટ સાથે જ રાખજો.. મુંબઈ માટે હવામાન વિભાગે કર્યો છે આ વર્તારો..