News Continuous Bureau | Mumbai
Khel Mahakumbh : રમત ગમત યુવા અને સસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ-ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓર્થોરિટી ઓફ ગુજરાત-ગાંધીનગર આયોજિત ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત અમદાવાદના નિકોલની સ્પોર્ટ્સ હોસ્ટેલમાં રાજ્યકક્ષાની ઓપન એજ ગ્રુપ બોક્ષિંગ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં નવયુગ કોમર્સ કોલેજના ખેલાડીઓ; કુ.હિરલ પાટીલ, અલીનાબાનુ મલેક, આલિયા અન્સારી, સાલેહા મો.તબરેઝ અન્સારી, હિમેશ ગામીતે ભાગ લીધો હતો. જેમાં ઓપન એજ ગ્રુપ ૮૬ કિગ્રા ગૃપમાં કુ. હિરલ રવિભાઈ પાટીલે પ્રથમ ક્રમે વિજેતા બની ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી સુરત અને નવયુગ કોલેજનું ગૌરવ વધાર્યું છે. આચાર્ય વિનોદ પટેલ તથા શારિરીક શિક્ષણના આસિ.પ્રો. છગન અસારિયા, આસિ. પ્રો. ડો.બ્રિજેશ પટેલ તેમજ કોલેજ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : PM Mudra Yojana : 8 એપ્રિલ, પીએમ મુદ્રા યોજનાના 10 વર્ષ: છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ₹ 70 હજાર કરોડની લોન આપવામાં આવી
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.