હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં મોટી દુર્ઘટના, 40 યાત્રિકો ભરેલી બસ સહિત અનેક વાહનો કાટમાળમાં દબાયાંની આશંકા

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 11 ઑગસ્ટ, 2021

બુધવાર

હિમાચલ પ્રદેશના કિન્નોરમાં બુધવારના રોજ બપોરે મોટી દુર્ઘટના ઘટી છે. અહીંયાં ભૂસ્ખલન થવાના કારણે યાત્રીઓથી ભરેલી બસ કાટમાળમાં દટાઈ ગઈ છે. આ ઉપરાંત બે કાર પણ ભૂસ્ખલનની ઝપટમાં આવી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે બસમાં 35-40 મુસાફરો છે. અકસ્માત બાદ રાહત-બચાવ દળ ઘટનાસ્થળે રવાના થઈ ગયાં છે. ઘટનાસ્થળેથી જે દૃશ્યો સામે આવી રહ્યાં છે એ હૃદયદ્રાવક છે. આ દુર્ઘટના કિન્નોર જિલ્લાના નિગુલસેરી નૅશનલ હાઈવે-5 પર ચીલ જંગલની પાસે બની છે.

રાજ્યસભામાં વિપક્ષના વલણથી સ્પીકર વ્યથિત, ચોધાર આંસુએ રડ્યા વેંકૈયા નાયડુ ; વિરોધી સાંસદો પર કાર્યવાહીની શક્યતા 

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના વિસ્તારોમાં લૅન્ડસ્લાઇડની ઘટનાઓનું પ્રમાણ વધ્યું છે. આ ઉપરાંત ત્યાં નદીઓમાં પૂર પણ આવ્યું છે. 

 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More