Kite Festival: ઉતરાયણ પર્વ નિમિત્તે ધાર્મિક લાગણીથી પશુઓ માટે ભોજનરૂપે દાનપુણ્ય કરતા નાગરિકો

Kite Festival: ઉતરાયણ પર્વ નિમિત્તે ધાર્મિક લાગણીથી પશુઓ માટે ભોજનરૂપે દાનપુણ્ય કરતા નાગરિકો જોગ

by khushali ladva
Kite Festival Citizens donate food to animals out of religious sentiment on the occasion of Uttarayan festival

News Continuous Bureau | Mumbai

Kite Festival:  મકરસંક્રાંતિ/ ઉતરાયણ પર્વ નિમિત્તે જીવદયા પ્રેમીઓ ધાર્મિક લાગણીથી પ્રેરાઈ પશુઓ માટે ભોજન રૂપે દાન પુણ્ય કરતા હોય છે. જેમાં મુખ્યત્વે ગાયોને ઘુઘરી (બાફેલી બાજરી), અનાજ, તલ-મમરાના લાડવા, ચીકી, ગોળની ભેલીઓનો સમાવેશ થાય છે, જે ખરેખર પશુઓનો આહાર નથી અને તે ખવડાવવાના લીધે જાનવરોના સ્વાસ્થ્યને ખૂબ નુકસાન (અપચો, આફરો, ઝાડા અને આમ્લપિત્ત) થાય છે અને અમુક નબળા પશુઓને આ પ્રકારનો વધુ ખોરાક ખાવાને લીધે સ્વાસ્થ્ય બગડતા મૃત્યુનું કારણ બની શકે તેમ છે.
ઉપરોક્ત હકીકત જોતા જીવદયા પ્રેમીઓ/જાહેર જનતાને નીચે મુજબની વિનંતી છે.
(૧) ગાયોને ઘુઘરી (બાફેલી બાજરી), કાચું અનાજ, તલ-મમરાના લાડવા, ચીકી, ગોળની ભેલીઓ, પેંડા વિગેરે ખવડાવવા નહીં.
(૨) પ્લાસ્ટિકની કોથળીઓમાં ઉપરોક્ત ખોરાકી વસ્તુઓ મૂકી પશુઓને ખવડાવવી નહિ તેમજ પશુઓના રહેઠાણના સ્થળે ફેંકવી નહીં.
(૩) ગાયો તથા અન્ય જાનવરોને ઉપરોક્ત વસ્તુના બદલે સુકો-લીલો ચારો અને પશુદાણ ખવડાવવા વધુ યોગ્ય રહેશે.
(૪) જાહેર રસ્તા ઉપર ફાટેલા પતંગોના કાગળ, બગડેલા માંજાના ગુચ્છાઓ વિગેરે ફેંકશો નહિ અને ગંદકી કરશો નહિ.

આ સમાચાર પણ વાંચો :  Harsh Sanghvi: આરોગ્ય તપાસ અને સારવાર સુવિધાઓ ઘરઆંગણે,ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ મોબાઈલ મેડિકલ વાનને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું

પશુઓનો આહાર માત્ર ઘાસચારો, પશુદાણ હોય છે, જેથી અન્ય ભોજન ન ખવડાવી અબોલ જીવોનું રક્ષણ કરીએ એમ સુરત મનપાના આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Join Our WhatsApp Community

You may also like