Kite Festival : ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાની અધ્યક્ષતામાં મહુવાના કાછલ ગામે ‘દિવ્યાંગ બાળકોનો પતંગોત્સવ’ યોજાયો

Kite Festival : આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ તાલુકા શિક્ષણ સમિતિ દ્વારા યોજાયેલી અનોખી પહેલ માટે સૌને અભિનંદન પાઠવ્યા હતા. વિવિધ ક્ષેત્રે દિવ્યાંગ બાળકો દ્વારા કરાતી ખાસ પ્રવૃત્તિઓ તેમજ સરકારી અને ખાનગી ક્ષેત્રે નોકરી કે વ્યવસાય કરતા દિવ્યાંગજનોના હકારાત્મક અભિગમ અને ઉત્સાહની પ્રશંસા કરી હતી.

News Continuous Bureau | Mumbai 

Kite Festival

Join Our WhatsApp Community

સમગ્ર શિક્ષા અને જિલ્લા પ્રોજેકટ કો.કચેરી હેઠળના બી.આર.સી.ભવન આઇ.ઈ.ડી વિભાગ દ્વારા મહુવા ( Mahuva ) તાલુકના કાછલ ગામ ( Kachhal Village ) સ્થિત સરકારી વિનયન,વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ ખાતે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાની અધ્યક્ષતામાં દિવ્યાંગ બાળકોનો પતંગોત્સવ યોજાયો હતો. જેમાં તમામ દિવ્યાંગ બાળકોને પતંગ, ચરખી અને તલના લાડુનું વિતરણ કરાયું હતું. મહાનુભાવોના હસ્તે દિવ્યાંગ બાળકોને UDID ઓળખકાર્ડ અને પ્રમાણપત્ર ( Certificate )  અર્પણ કરાયું તેમજ રાજ્ય કક્ષાએ જ્ઞાનગુરૂ ક્વિઝના સ્પર્ધક વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરાયું હતું.  

Kite Festival Kite festival for children with disabilities organized Kachhal village of Mahuva

                આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ તાલુકા શિક્ષણ સમિતિ દ્વારા યોજાયેલી અનોખી પહેલ માટે સૌને અભિનંદન પાઠવ્યા હતા. વિવિધ ક્ષેત્રે દિવ્યાંગ બાળકો દ્વારા કરાતી ખાસ પ્રવૃત્તિઓ તેમજ સરકારી અને ખાનગી ક્ષેત્રે નોકરી કે વ્યવસાય કરતા દિવ્યાંગજનોના હકારાત્મક અભિગમ અને ઉત્સાહની પ્રશંસા કરી હતી. તેમણે છેવાડાના વિસ્તારના ગરીબ, આદિવાસી કે પછાત વંચિત દિવ્યાંગજનો માટે સરકાર દ્વારા અપાતી કલ્યાણકારી યોજનાઓ અને સહાય વિષે માહિતી આપી હતી.

આ સમાચાર પણ વાંચો : President: રાષ્ટ્રપતિએ સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કારો એનાયત કર્યા.

              શ્રી ઢોડિયાએ સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે અપાતી સુવિધાઓ અને યોજનાઓની જાણકારી આપી દરેક સ્થાનિકોને તેનો મહત્તમ લાભ લેવા જણાવી તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓને જરૂરિયાતમંદોને મદદ કરવાનો અનુરોધ કર્યો હતો.

              આ પ્રસંગે નવનિયુક્ત જિલ્લા પ્રા.શિક્ષણ અધિકારી જે.એમ.પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન દ્વારા દિવ્યાંગ બાળકો અને તેમના માતા-પિતાને વિશેષ દૃષ્ટાંતો વડે પ્રોત્સાહન આપ્યું હતું.   

 

             આ પ્રસંગે તા.પંચાયત પ્રમુખ શીલાબેન પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.કે.ચૌધરી, તા.વિકાસ અધિકારી પી.સી.માહલા, જિ.પંચાયત સભ્ય જિનેશ ભાવસાર, સંગીતાબેન આહીર, તા.પંચાયત સભ્યો,  અધ્યાપકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Vibrant Gujarat 2025: ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો
Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.
Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
Exit mobile version