ભૂતનું મંદિર : મોડાસા થી 12 કિમિ અંતરે આવેલા લીંભોઈ ગામ

અરવલ્લી જિલ્લામાં એકમાત્ર ભૂતનું મંદિર ભૂતનું મંદિર : મોડાસા થી 12 કિમિ અંતરે આવેલા લીંભોઈ ગામ ગામના છેવાડે ખેતરોની વચ્ચે ભૂતનું મંદિર

by Dr. Mayur Parikh
Know about ghost temple in gujarat

News Continuous Bureau | Mumbai

ગુજરાત સહિત દેશભરમાં આપણે દેવી દેવતાઓના મંદિરો અને તેના મહાત્મ્ય વિશે સાંભળ્યુ અને અનુભવ્યું પણ હશે,પરંતુ ભૂતનું મંદિર કે મહાત્મ્ય કયાંય સાંભળ્યું છે??? તો જવાબ મળે ના… ગુજરાતમાં એકમાત્ર ભૂતના મંદિર અને તેના પ્રત્યેની આસ્થા અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં જોવા મળી રહી.

અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા થી 12 કિમિ અંતરે આવેલા લીંભોઈ ગામના છેવાડે ખેતરોની વચ્ચે ભૂતનું મંદિર સ્થાપિત કરવામાં આવેલું છે,આ મંદિર બાબરા ભૂત નું મંદિર છે જેને બાબરીયા વિરના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.આ મંદિરના મહાત્મ્ય ની વાત કરીએ તો વર્ષો પહેલા ખેતરના શેઢે આવેલા સાગના વૃક્ષની નીચે બાબરા ભૂત નો વાસો હતો.આ વિસ્તારમાં થી નીકળતા ખેડૂતો અને રાહદારીઓ પણ ધોળા દિવસે ડરતા હતા,

પરંતુ જે તે વખતે વડીલો એ સાગના વૃક્ષ નીચે બિરાજમાન બાબરા ભૂત ની પૂજા અર્ચના કરી તેઓની વિધિ વિધાન પૂર્વકની આરાધના કરી હતી,ત્યારબાદ બાબરા ભૂતનું નાનું દેરું બનાવી ખેડૂતોએ નિયમ કર્યો હતો કે આ વિસ્તારમાં જે કોઈ ખેતરમાં પાક થશે તે પાકમાંથી મુઠી ભર પાક બાબરા વીર ને ધરાવી પછી જ પાક ઘરે લઈ જવો.

આ સમાચાર પણ વાંચો:  શું SBIમાં ‘લંચ ટાઈમ’ નથી? બેંકે કરી મોટી વાત, તમારે પણ જાણવી જોઈએ

ત્યારથી આ પરંપરા ચાલુ રહી છે.અત્યારે પણ ખેડૂતો પાકનો અંશ મંદિરે ધરાવે છે.બાબરા વિરને પ્રસાદ અને નૈવેધ સ્વરૂપે સુખડી,શ્રીફળ અને સિગારેટ ધરાવવામાં આવે છે,દિવાળી અને નવરાત્રિ ના દિવસોમાં આ મંદિરે મોટા મેળાવડા પણ થાય છે જેમાં મોટી સંખ્યામાં આસ્થાળુઓ હાજર રહે છે.

બાબરીયા વિરમાં અતૂટ શ્રધ્ધા ધરાવતા આસ્થાળુઓમાં સ્થાનિકોની સાથે સાથે આસપાસના ગામડાઓના લોકોનો પણ સમાવેશ થાય છે.બાબરીયા વિર ની બાધા,-માનતા નિઃસંતાન દંપતીઓ ,બીમાર લોકો તેમજ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગતા લોકો રાખતા હોય છે અને તેઓની આ માનતા પુરી પણ થતી હોય છે,પોતાના કામ પૂર્ણ થયા બાદ લોકો પોતાની માનતા રંગે ચંગે પૂર્ણ કરવા આવતા હોય છે.
અરવલ્લી જિલ્લામાં એકમાત્ર ભૂતનું મંદિર

ભૂતનું મંદિર : મોડાસા થી 12 કિમિ અંતરે આવેલા લીંભોઈ ગામના છેવાડે ખેતરોની વચ્ચે ભૂતનું મંદિર

આ સમાચાર પણ વાંચો:  મોજથી જીવી લો તેવી નીતિ નુકસાનકારક નીવડશે, કોરોના મહામારી બાદ મોંઘવારીને લીધે પારિવારિક બચતમાં 22 ટકાનો ઘટાડો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More