Site icon

દેશસેવા માટે કંઈપણ… એક માતા પોતાના 10 મહિનાના બાળકને મૂકી બોર્ડર પર જવા રવાના થઈ, જુઓ હૃદયસ્પર્શી વીડિયો..

Kolhapur BSF Lady Jawan Varsha Patil Viral Video

દેશસેવા માટે કંઈપણ… એક માતા પોતાના 10 મહિનાના બાળકને મૂકી બોર્ડર પર જવા રવાના થઈ, જુઓ હૃદયસ્પર્શી વીડિયો..

News Continuous Bureau | Mumbai

જીવનમાં લાગણી કરતાં કર્તવ્ય મહત્ત્વનું છે અને જો એ ફરજ દેશની સેવા કરવી હોય તો વ્યક્તિએ સર્વસ્વ બલિદાન આપવું પડે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એવો કે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં  એક મહિલા તેના 10 મહિનાના બાળકને ઘરે મૂકીને માતૃભૂમિની સુરક્ષા માટે સરહદ પર જઈ રહી છે. સરહદે જતી વખતે પોતાના બાળકને પરિવારને સોંપતી વખતે માતા રડી પડી હતી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ હૃદયસ્પર્શી વિડીયોએ ઘણાની આંખોમાં આંસુ લાવી દીધા.

મહત્વનું છે કે કોલ્હાપુર જિલ્લાના નંદગાંવની વર્ષારાણી પાટીલ, સીમા સુરક્ષા દળમાં જવાન તરીકે કામ કરે છે. તેથી રજા પૂરી થયા પછી તેમને ઓર્ડર મળે છે. જેથી 10 મહિનાના બાળકને મૂકીને ફરજ પર જવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. જેથી વર્ષારાણી પાટીલ તેના પતિ, માતા-પિતા અને 10 મહિનાના બાળકને રેલ્વે સ્ટેશને છોડવા આવ્યા હતા. આથી જેમ જેમ ટ્રેનના ઉપડવાનો સમય નજીક આવી છે તેમ તેમ વર્ષારાણી ભાવુક થતી જોવા મળે છે.

આ સમાચાર પણ વાંચો : ST Bus for Women : આજથી મહિલાઓ માટે ST મુસાફરી પર 50 ટકા ડિસ્કાઉન્ટ, સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો આદેશ.

Uddhav Thackeray: દ્ધવ ઠાકરેનો અમિત શાહ પર ગંભીર પ્રહાર: ‘એનાકોન્ડા’ કહી મુંબઈને ગળી જવાનો લગાવ્યો આરોપ
Maharashtra ATS: મહારાષ્ટ્ર ATSની મોટી કાર્યવાહી: પૂણેથી શંકાસ્પદ આતંકવાદી ની ધરપકડ; કટ્ટરપંથી સંગઠનો સાથે સંબંધોની આશંકા
CM Yogi: મુસ્તફાબાદને મળ્યું નવું નામ: CM યોગીએ કરી ‘કબીરધામ’ની જાહેરાત
Aurangabad railway station rename: ઔરંગાબાદ રેલવે સ્ટેશનનું નામ હવે ‘છત્રપતિ સંભાજીનગર’ સત્તાવાર રીતે જાહેર; નવો કોડ ‘CPSN’
Exit mobile version