મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના 78 ગામોમાં 45 વર્ષ કે તેથી વધુ વયના નાગરિકોનું 100 ટકા રસીકરણ પૂર્ણ થયું છે.
હવે વહીવટી તંત્ર બાકીના ગામોમાં પણ 100 ટકા રસીકરણ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવાનું વિચારી રહી છે.
હાલ 78 ગામોમાંથી 33 ગામોમાં કોરોના ના શૂન્ય દર્દીઓ છે, 30 ગામોમાં 5થી ઓછા દર્દીઓ, 9 ગામોમાં 10થી ઓછા દર્દીઓ અને 6 ગામોમાં 10થી વધુ કોરોના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
