ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,24 જાન્યુઆરી 2022
સોમવાર.
મહારાષ્ટ્ર રાજ્યના કોલ્હાપુર જિલ્લામાં આવેલા ઇચલકરંજી શહેરમાં આજે સવારે એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતાં જ પાંચ ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગને કાબૂમાં લેવાનું શરૂ કર્યું હતું. લગભગ ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર આગ સવારે 9 વાગે લાગી હતી. ટેક્સટાઈલ પાર્કમાં આવેલી આ કંપનીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો અને પછી આગ ફાટી નીકળી હતી. જ્વાળાઓ ખૂબ જ ઝડપથી ફેલાય હતી. જોકે સદનસીબે કર્મચારીઓની રજા હોવાથી ફેક્ટરીમાં કોઈ હાજર નહોતું. આના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. પરંતુ અત્યાર સુધી મળેલી માહિતી મુજબ ફેક્ટરીમાં રાખવામાં આવેલ કાચો માલ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે. એકંદરે અત્યાર સુધીમાં 2 કરોડના માલસામાનના નુકસાનના સમાચાર છે.
હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવામાં આવી રહ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. આગ લાગવાના સંપૂર્ણ કારણની તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં આવેલા ઇચલકરંજી શહેરમાં કાપડ બનાવવાનું કામ ખૂબ જ ફેલાયેલું છે. અહીંનો પાવરલૂમ ઉદ્યોગ દેશભરમાં પ્રખ્યાત છે.
Kolhapur: Chemical factory fire in Ichalkaranji Billions lost (Watch Video)
#Kolhapur #Ichalkaranji pic.twitter.com/12aU1iVXXm
— manas parab (@manas0191) January 24, 2022