News Continuous Bureau | Mumbai
પશ્ચિમ મહારાષ્ટ્ર(Maharashtra)માં મેઘરાજા(Rain)એ જોરદાર ધડબડાટી બોલાવી છે.
પરિણામે મહારાષ્ટ્રના સૌથી મહત્વપૂર્ણ ડેમ તરીકે ઓળખાતા કોયના ડેમ(Koyna Dam)ની જળસપાટી(water level) વધીને 2 હજાર 147 ફૂટ થઈ છે અને ડેમ 80.97 ટકા ભરાઈ ગયો છે.
આથી કોયના ડેમમાં પાણીના સંગ્રહ(Water stock)ને અંકુશમાં લેવા માટે ડેમના તમામ દરવાજા ખોલવા પડ્યા છે.
જો વરસાદ આમ જ ચાલુ રહેશે તો ડેમના દરવાજા વધુ ઉંચા કરવા પડશે.
ડેમમાંથી વહેતું પાણી આજુબાજુના ગામોના રહેવાસીઓને મુશ્કેલી સર્જી શકે છે. તેથી આ ગામોને એલર્ટની ચેતવણી આપવામાં આવી છે.
Koyna Dam 6 Gates Opened. https://t.co/U5gufGzq8L pic.twitter.com/Sf03g0BHer
— Siddharth Latkar (@siddharthSakal) August 12, 2022
આ સમાચાર પણ વાંચો : મુંબઈથી આ રૂટ પર બહારગામ જનાર તમામ રેલવે સેવા બંધ- પહાડ પરથી ભેખડો ધસી પડતા સમસ્યા સર્જાઈ