News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના પુણે ( Pune ) શહેરમાં કોયટા ગેંગનો ( Koyta gang ) આતંક ( terror ) દિવસેને દિવસે વધી રહ્યો છે. દરમિયાન શહેરના ( Sinhagad College ) ભારતી વિદ્યાપીઠ પોલીસ સ્ટેશન વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં બે યુવકો હાથમાં ધારદાર હથિયાર (કોયટા) લઈને આતંક ફેલાવતા જોવા મળે છે. બંને બદમાશોએ હાથમાં હથિયારો સાથે રસ્તા પર ઉભેલા અનેક વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું, તેમજ રસ્તા પરથી પસાર થતા લોકોને હેરાન કર્યા હતા.કોયટા ગેંગના આતંકની આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ પણ થયો છે. ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ ઘટનાનો વિડીયો વાયરલ થતા સ્થાનિક પોલીસ હરકત આવી છે અને પોલીસે બંને બદમાશોની શોધખોળ હાથ ધરી છે. દરમિયાન એક બદમાશ ભાગી જવામાં સફળ રહ્યો હતો, જ્યારે પોલીસે બીજા વ્યક્તિની ધરપકડ કરી છે. આ બદમાશ સગીર છે. હવે આ મામલે ભારતી વિદ્યાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે.
महाराष्ट्र पोलीस 👍🏼 pic.twitter.com/j76qmQaEzi
— 𝕾𝖍𝖗𝖎𝖐𝖆𝖓𝖙 𝖇𝖍𝖎𝖘𝖊 (@Mr_ShRiKaNtB) December 30, 2022
આ સમાચાર પણ વાંચો: 2019માં ફડણવીસ-અજિત પવારના શપથમાં આ દિગ્ગજ નેતાનો હતો હાથ! બીજેપી નેતાએ કર્યો ચોંકાવનારો આક્ષેપ
તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી પુણેમાં કોયટા ગેંગનો ડર સતત વધી રહ્યો છે. શરૂઆતમાં હડપસર વિસ્તારમાં કોયટા ગેંગનો આતંક હતો. પરંતુ હવે આ ટોળકીએ શહેર અને આસપાસના ગામડાઓમાં પણ હાહાકાર મચાવ્યો છે. તેના વીડિયો પણ સામે આવ્યા છે.