Site icon

Kreeda Kumbh : રાજ્ય સ્તરીય ક્રીડા કુંભની સફળતા બાદ હવે મોટાપાયે નવા આયોજનની સરકારની ખાતરી

Kreeda Kumbh : વ્યવસાયિક શિક્ષણ અને તાલીમ વિભાગ દ્વારા ટૂંકા ગાળામાં સ્પર્ધા માટે કરવામાં આવેલી તૈયારીઓ પ્રશંસનીય છે. આ સ્પર્ધામાં ભાગ લેનારાઓએ સ્વદેશી રમતો રમવાનો આનંદ માણ્યો

Kreeda Kumbh Conclusion of the state-level Kreeda Kumbh at nasik

Kreeda Kumbh Conclusion of the state-level Kreeda Kumbh at nasik

News Continuous Bureau | Mumbai

Kreeda Kumbh :

Join Our WhatsApp Community

 સ્વદેશી રમતોને લોકપ્રિય કરવા માટે રાજ્યનાં કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાની પહેલથી યોજાયેલા રાજ્યસ્તરીય ખેલ મહાકુંભનાં સમાપન અને ઇનામવિતરણ સમારોહ વખતે જળસંસાધન મંત્રી ગિરીશ મહાજને યુવાનોને વ્યસનોથી દૂર રહેવા તથા અભ્યાસની સાથે કસરત કરવાની હિમાયત કરી હતી. આજના ઉમદા આયોજન બાદ હવે આ ખેલને વધારે મોટા સ્તરે યોજવાની મંત્રી લોઢાએ જાહેરાત કરી હતી. આ ઉપરાંત સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને એચ.એ.એલ-નાસિક વચ્ચે એક સમજૂતિ કરાર પણ થયા હતા જે અંતર્ગત એચ.એ.એલ સંસ્થા આઠ સંસ્થાઓને ઓનલાઇન તાલિમ પુરી પાડશે.

શ્રી છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની ૩૫૦મી વર્ષગાંઠ અને પુણ્યશ્લોકા અહિલ્યાબાઈ હોલકરની ૩૦૦મી જન્મજયંતિ નિમિત્તે કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગસાહસિકતા અને નવીનતા વિભાગ, વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ નિયામક, મુંબઈ અને વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ પ્રાદેશિક કાર્યાલય, નાસિક વતી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના તાલીમાર્થીઓ માટે આયોજિત પરંપરાગત ખેલ મહાકુંભ સ્પર્ધાનો ઇનામ વિતરણ સમારોહ સ્વ. મીનાતાઈ ઠાકરે ડિવિઝનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયો હતો. એ સમયે રાજ્યના જળ સંસાધન (વિદર્ભ, તાપી અને કોંકણ સિંચાઈ વિકાસ નિગમ) અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી ગિરીશ મહાજને દરેક યુવાનોને વ્યસનોથી દૂર રહેવા અને અભ્યાસની સાથે કસરત કરવાની અપીલ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : Kreeda Maha Kumbh: નાસિકમાં બીજી માર્ચથી પરંપરાગત ક્રિડાકુંભનો પ્રારંભ થયો

આ પ્રસંગે કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગસાહસિકતા અને નવીનતા મંત્રી મંગલપ્રભાત લોઢા, ધારાસભ્ય સીમા હિરે, અર્જુન પુરસ્કાર વિજેતા રમતવીર કવિતા રાઉત, વિભાગના નિયામક માધવી સરદેશમુખ, સંયુક્ત નિયામક અનિલ ગાવિત, રમતગમત વિભાગના નાયબ નિયામક શ્રીમતી સાલુંખે, રમત ભારતીના પ્રમુખ સંજય પાટીલ, રમતગમત કોચ વીરેન્દ્ર સિંહ અને અન્ય લોકો હાજર રહ્યા હતા.

મંત્રી લોઢાએ જણાવ્યું હતું કે વ્યવસાયિક શિક્ષણ અને તાલીમ વિભાગ દ્વારા ટૂંકા ગાળામાં સ્પર્ધા માટે કરવામાં આવેલી તૈયારીઓ પ્રશંસનીય છે. આ સ્પર્ધામાં ભાગ લેનારાઓએ સ્વદેશી રમતો રમવાનો આનંદ માણ્યો. આ માટે મંત્રી મહાજને મૂલ્યવાન માર્ગદર્શન અને ટેકો પૂરો પાડ્યો. તેમણે એમ પણ કહ્યું કે આ રમત કુંભ આગામી દિવસોમાં મોટા પાયે યોજાશે.

મંત્રી મહાજને કહ્યું કે તેમણે તેમના શાળા અને કોલેજ જીવન દરમિયાન કબડ્ડી, વોલીબોલ અને કુસ્તીમાં પુણે યુનિવર્સિટી અને રાજ્ય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પરંપરાગત રમતો પાછળ પડી ગઈ છે. આ સંદર્ભમાં, મંત્રી શ્રી. લોઢા દ્વારા આયોજિત પરંપરાગત રમતોની કુંભ પહેલ પ્રશંસનીય અને અનુકરણીય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રમતવીરોને મોટી સંખ્યામાં તકો પૂરી પાડી છે. ખેલો ઇન્ડિયા સ્પર્ધા દ્વારા દેશને ઘણા ખેલાડીઓ મળ્યા છે. .

Kreeda Kumbh : સમજૂતી કરાર

મંત્રી મહાજન તથા મંત્રી લોઢાની હાજરીમાં સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને HAL- નાસિક વચ્ચે એક સમજૂતી કરાર થયા હતા. જે અંતર્ગત HAL સંસ્થા નાસિક અને છત્રપતિ સંભાજી નગર વિભાગોમાં આઠ સંસ્થાઓને ઓનલાઇન તાલીમ સુવિધાઓ પૂરી પાડશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
Security: સુરક્ષા માટે દક્ષિણ મુંબઈના હાઇ-સિક્યોરિટી ઝોનમાં વિરોધ પર નિયંત્રણની માંગ, Milind Deora દ્વારા CM ને પત્ર
Maratha Reservation: જરાંગેના આંદોલન થી ઓબીસી સમાજ અને મરાઠા નથી સંતુષ્ટ! જાણો શું થશે ભાજપ પર તેની અસર
Maharashtra: મહારાષ્ટ્ર માં હવે પ્રાઇવેટ સેક્ટરમાં હવે આટલા કલાકની ડ્યુટી, કેબિનેટે સુધારાને આપી મંજૂરી,જાણો ઓવરટાઇમમાં શું થયા ફેરફાર
Exit mobile version