Site icon

Postal Department: પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે લીધી મહેસાણા પોસ્ટ ઓફિસની નિરીક્ષણ મુલાકાત, આ યોજનામાં ડાક વિભાગ ભજવી રહી છે મહત્વપૂર્ણ ભૂમિકા.

Postal Department: ભારતમાં સૌપ્રથમ ગુજરાતના મહેસાણા જીલ્લામાં ‘પીએમ વિશ્વકર્મા યોજના’ના લાભાર્થી કારીગરને કિટ વિતરણ કરીને પોસ્ટ વિભાગે આગવી ભૂમિકા ભજવી છે. મહેસાણા વિભાગમાં પોસ્ટલ સેવાઓની પ્રગતિની સમીક્ષા કરી, લક્ષ્યાંક હાંસલ કરવા પર મુક્યો ભાર - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવ. હવે માત્ર પત્રો અને પાર્સલ જ નહીં, પણ પોસ્ટ વિભાગ લોકો સુધી વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ પણ ઘરના દરવાજા સુધી પહોંચાડી રહ્યું છે - પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવ

Krishnakumar Yadav paid an inspection visit to Mehsana Post Office “The Department of Posts is playing an important role in this scheme.

Krishnakumar Yadav paid an inspection visit to Mehsana Post Office “The Department of Posts is playing an important role in this scheme.

News Continuous Bureau | Mumbai

Postal Department: પોસ્ટ વિભાગ હવે પત્ર અને પાર્સલ સાથે સાથે સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ અને તેમના લાભો પણ લોકોને પહોંચાડી રહ્યો છે. દેશના દરેક ખૂણે, દરેક દરવાજે, પોસ્ટ વિભાગની પહોંચ છે અને તે લોકોના સુખ-દુઃખમાં સમાનરૂપે જોડાયેલ છે. આ ભાવનાઓ ઉત્તર ગુજરાત પ્રદેશના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ દ્વારા મહેસાણા ડાક મંડળની ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજની નિરીક્ષણ મુલાકાત દરમિયાન વ્યક્ત કરવામાં આવી. મહેસાણા હેડ પોસ્ટ ઓફિસમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો. મહેસાણા અધિક્ષક ડાકઘર શ્રી એચ.સી. પરમારે પોસ્ટમાસ્ટર જનરલનું સ્વાગત કરતા મહેસાણામાં પોસ્ટ સેવાઓની પ્રગતિ વિશે વિગતવાર માહિતી આપી. 

Join Our WhatsApp Community

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના માધ્યમથી માત્ર ₹399માં ટાટા ગ્રુપની દુર્ઘટના સુરક્ષા પોલિસી લીધેલ મહેસાણાના શ્રી બાબુભાઈ રબારીની આકસ્મિક મૃત્યુ બાદ તેમના પરિવારને પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવના હસ્તક ₹10 લાખનો દાવો ચુકવવા માટે ચેક આપવામાં આવ્યો.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ ( krishna kumar yadav ) જણાવ્યું હતું કે, “પીએમ વિશ્વકર્મા યોજનામાં પણ ડાક વિભાગ દ્વારા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવાઇ રહી છે.” આ અંતર્ગત કારીગરો/લાભાર્થીઓને સાધનો ની કિટો ડાક વિભાગ દ્વારા પ્રદાન કરવામાં આવી રહી છે. આ યોજનામાં દેશભરમાં સૌપ્રથમ ઉત્તર ગુજરાત પ્રદેશના મહેસાણા ( Mehsana Post Office ) ડાક મંડળના જગન્નાથપૂરાના રહેવાસી શ્રી રમેશભાઈ બાબૂભાઈ સેનમા ને પ્રથમ કિટ વિતરણ કરી આગવી ભૂમિકા ભજવી છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ જણાવ્યું કે “પીએમ વિશ્વકર્મા યોજના” ( PM Vishwakarma Yojana ) લઘુ, મધ્યમ અને નાના ઉદ્યોગ મંત્રાલય ( M/o MSME ) દ્વારા પરંપરાગત કારીગરો અને શ્રમકર્તાઓના ઉત્કર્ષ માટે શરૂ કરવામાં આવી છે, જેમણે લોહાર, સોનાર, કુમ્હાર, બાંધકામ અને મૂર્તિકલા વગેરે જેવા વિવિધ વ્યવસાયોમાં કામ કરવું છે. આ યોજનાનો ઉદ્દેશ્ય સાંસ્કૃતિક ધરોહારને જાળવવાનો અને તેમને ફોર્મલ અર્થવ્યવસ્થામાં અને વૈશ્વિક મૂલ્ય શ્રેણીઓમાં સંકલિત કરવાનો છે. આ યોજનાને રાષ્ટ્રીય નાના ઉદ્યોગ નિગમ (NSIC) દ્વારા લાગુ કરવામાં આવી રહી છે. આ યોજનાના અંતર્ગત 18 નક્કી કરાયેલા વ્યવસાયો માટે કારીગરો/લાભાર્થીઓને સાધન કિટો ડાકઘરો દ્વારા વિતરણ કરવામાં આવશે. ભારતીય ડાક વિભાગ આ યોજનામાં લઘુ, મધ્યમ અને નાના ઉદ્યોગ મંત્રાલય (MSME)નો લોજિસ્ટિક ભાગીદાર છે, જે દેશભરમાં લાભાર્થીઓ માટે સાધન કિટોની સુગમ આંદોલન અને ડિલિવરી સુનિશ્ચિત કરશે.

આ સમાચાર પણ વાંચો : PM Modi US: USની મુલાકાત પહેલાં PM મોદીનું આવ્યું નિવેદન, જાણો શું છે આ યાત્રાનો હેતુ?

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે મહેસાણા વિભાગમાં પોસ્ટલ સેવાઓની ( Postal Services ) પ્રગતિની વિગતવાર સમીક્ષા કરી. હાલ મહેસાણા વિભાગમાં કુલ 6.77 લાખ બચત ખાતા, 79,000 IPPB ખાતા, 66,000 સુકન્યા સમૃદ્ધિ ખાતા અને ૩૯૦૬ મહિલા સમ્માન બચત પ્રમાણપત્રો ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત, 61 ગામોને ‘સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ’ તરીકે આવરી લેવામાં આવ્યા છે, 100 ગામોને ‘સંપૂર્ણ વીમા ગ્રામ’ તરીકે આવરી લેવામાં આવ્યા છે, અને 5 ગામોને ‘ફાઈવ સ્ટાર વિલેજ’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. મહેસાણા હેડ પોસ્ટ ઓફિસ ખાતેના પાસપોર્ટ સેવા કેન્દ્ર દ્વારા આ નાણાકીય વર્ષમાં 7,000 કરતાં વધુ લોકોએ પાસપોર્ટ મેળવ્યા છે. 14,000 લોકોએ પોસ્ટ ઓફિસ મારફત આધાર નોંધાવ્યું અથવા અપડેટ કર્યું છે, જ્યારે 70,000 લોકોએ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા CELCમાંથી લાભ મેળવ્યો છે. 69,000 કરતાં વધુ લોકોએ આધાર સક્ષમ પેમેન્ટ સિસ્ટમ મારફત 22.4 કરોડ રૂપિયાના ચુકવણાં ઘરના દરવાજે મેળવ્યા છે.

ઉત્તર ગુજરાત પ્રદેશના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે મહેસાણા મુખ્ય ડાકઘરની મુલાકાત દરમ્યાન તમામ અધિકારીઓ અને કર્મચારીઓને લોકો સાથે સારું વર્તન કરવાની વાત પર દબાણ આપ્યું. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ આર્થિક વર્ષના બાકી દિવસોમાં વ્યાપક અભિયાન ચલાવીને વિવિધ સેવાઓમાં આપેલ લક્ષ્યોની પ્રાપ્તિને મહત્વ આપ્યું. તેમજ વિવિધ સેવાઓથી સામાન્ય જનતાને જોડવા, જન ફરિયાદોના ત્વરિત નિરાકરણ અને ગ્રાહકોની સંવેદનશીલતા પર ભાર મૂક્યો.

આ મુલાકાત દરમિયાન સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ્સ શ્રી એચ.સી. પરમાર, સહાયક સુપરિન્ટેન્ડન્ટ શ્રી આર.એમ. રબારી, શ્રી એન.કે. પરમાર, શ્રી વિશાલ બ્રહ્મભટ્ટ, IPPB મેનેજર શ્રી જે. રોહિત અને મહેસાણા હેડ ઓફિસ ના પોસ્ટમાસ્ટર શ્રી ડી. જી. પટેલ  હાજર રહ્યા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો :  CCA Gujarat: સીસીએ કાર્યાલય ગુજરાતે DOT પેન્શનરો માટે સફળ આઉટરીચ પ્રોગ્રામનું કર્યું આયોજન, આપવામાં આવી આ સેવાઓ.

Konkan Crabs: પ્રદૂષણના કારણે કોંકણના કરચલાઓનો જીવ જોખમમાં; જો દરિયાઈ જૈવવિવિધતા ટકાવવામાં ન આવે તો
Sharad Pawar: અંબાણી ના પીએમ નરેન્દ્ર મોદીને ‘અવતાર પુરુષ’ કહેવા પર શરદ પવારે કરી આવી વાત
Maharashtra rain damage: મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, ૧૮ લાખ હેક્ટરથી વધુ પાકને ફટકો
Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Exit mobile version