News Continuous Bureau | Mumbai
કર્ણાટક(Karnataka)ના ભાજપ(BJP)ના ટોચના નેતા તથા પંચાયત ગ્રામ્ય વિકાસ મંત્રી કે.એસ.ઈશ્વરપ્પા(ks eshwarappa)એ રાજીનામું આપવાની જાહેરાત કરી છે.
કોન્ટ્રાક્ટર સંતોષ પાટીલના કથિત આત્મહત્યા કેસમાં કર્ણાટકના મંત્રી કેએસ ઇશ્વરપ્પા(ks eshwarappa)નું નામ સામે આવ્યા બાદ તેમણે કહ્યું કે હું મુખ્યમંત્રી(Chief Minister)ને મારું રાજીનામું(resignation) સોંપીશ.
કોન્ટ્રાક્ટર સંતોષ પાટીલ મંગળવારે ઉડુપીની એક હોટલમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો અને કેએસ ઇશ્વરપ્પા પર કોન્ટ્રાક્ટર સંતોષ પાટીલને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે.
સિવિલ કોન્ટ્રાક્ટરના મૃત્યુ અંગે નોંધાયેલા કેસમાં આરોપી તરીકે તેમનું નામ સામે આવ્યું ત્યારથી વિપક્ષ તેમના રાજીનામાની માંગ કરી રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : લગભગ નક્કી થઈ ગયું. હાર્દિક પટેલ આ પાર્ટીમાં જઈ શકે છે. કોંગ્રેસ સાથે છેડો ફાડવાની તૈયારી. જાણો વિગતે….