ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 25 ઓક્ટોબર, 2021.
સોમવાર.
કચ્છમાં સરહદની જાસૂસી કરતા BSFનો જવાન ઝડપાયો છે.
આ જવાન સેનામાં રહી દેશ સાથે ગદ્દારી કરતો હતો. BSFના ગાંધીધામ યુનિટમાં તૈનાત કશ્મીરી જવાન જાસૂસી કરતા ઝડપાયો છે.
ગુજરાત ATSએ આ જવાનની ધરપકડ કરી છે. એટીએસએ બીએસએફ જવાન કચ્છ બોર્ડર પર કેમ જાસૂસી કરી રહ્યો હતો, તે જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
જવાનની જાસૂસી પ્રકરણમાં ધરપકડ કરવામાં આવતા બોર્ડર ડિસ્ટ્રીકટ કચ્છની ઈંટેલીજંસ એજંસીઓ પણ ચોંકી ઉઠી છે.
આ પહેલા ઝડપાયેલા નાપાક માટે કામ કરતો કશ્મીરી જવાન ત્રિપુરામાં તૈનાત હતો. ત્યાંથી જ જવાન પર એજન્સીઑની સતત દેખરેખ હતી.
મીડિયા અહેવાલ પ્રમાણે આ કશ્મીરી જવાન મુસ્લિમ છે અને સાત વર્ષ પહેલા જ BSFમાં ભરતી થયો હતો.